________________
૧૬૦
ચૌદ ગુણસ્થાન આહારક શરીર તથા આહારક અંગે પાંગ એ બેને અહીં ઉદય હોવાથી તે ઉમેરતાં ૮૧ થાય એટલે ૮૧ પ્રકૃતિને ઉદય છે.
આ છઠા ગુણસ્થાનમાં ૧૪૬ કમપ્રકૃતિઓની સત્તા હોય છે તે આ પ્રમાણે—પાંચમા ગુણસ્થાનમાં ૧૪૭ કર્મપ્રકૃતિઓની સત્તા છે તેમાંથી તિર્યંચ આયુષ્ય વિચ્છેદ થવાથી તે બાદ જતાં બાકીની ૧૪૬ની સત્તા છે. પરંતુ ક્ષાયિક સમકિતીને ૧૩૯ની સત્તા છે. તેને સમ્યકત્વ ઘાતક સાત પ્રકૃતિઓ તથા તિર્યંચ આયુ તથા નરકાયું એ નેવ પ્રકૃતિઓની સત્તા નથી હોતી.
આ છઠા પ્રમત્ત ગુણસ્થાનમાં ગતિ, વેશ્યા, અસિદ્ધત્વ નામને ઔદયિક ભાવ છે. એટલે પ્રદેશત્વગુણ, ક્રિયાગુણ, ગગુણ, અવ્યાબાધગુણ, અવગાહનગુણ, અગુરુલઘુગુણ તથા સમવગુણ, ઔદયિકભાવથી પરિણમન કરે છે. શ્રદ્ધાગુણ ઉપશમ, ક્ષપશમ તથા ક્ષાયિકભાવથી અલગ અલગ જીવોની અપેક્ષાએ પરિણમન કરે છે. જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્ર ગુણ, વીર્ય ગુણ ક્ષયોપશમ ભાવથી પરિણમન કરે છે. છેવત્વ ભવ્યત્વ નામના પારિણમિક ભાવ શકિતરૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com