________________
૧૫૮
ચૌદ ગુણસ્થાન
-
-
-
-
-
ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થયેલ મુનિ ચારિત્ર્ય મેહનીયકર્મને ઉપશમ કે ક્ષય કરવામાં તત્પર, ઉદ્યમવંત થઈને સંયમની વૃદ્ધિ કરે છે તે વખતે તે પ્રમાદ રહિત થઈ જાય છે ત્યારે તે તેનું સાતમું ગુણસ્થાન કહેવાય છે.
બીજી જાણવા હકીકતો
આ છઠા ગુણસ્થાનમાં રાગાદિક પરિણતિ હોવાથી સરાગ સંયમ છે.
પરિણમે શુદ્ધ અશુદ્ધ થતા હોવાને લીધે આત્મા છઠા અને સાતમા ગુણસ્થાનમાં અસંખ્યાતવાર જ આવ કરે છે. જ્યારે જીવ સાતમા ગુણસ્થાનમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે અંતર્મુહૂર્ત સુધી ત્યાં રહે છે.
આહારક શરીરવાળા જીવાત્મા ભગવાનના સમવશરણમાં જાય છે ત્યારે તેનું છઠું ગુણસ્થાન હોય છે. શરીર તથા વચનની બુદ્ધિપૂર્વકની ઉદીરણું છઠા ગુણસ્થાનમાં જ થાય છે. જ્ઞાનની ઉપયાગરૂપ અવસ્થામાં જ ઉદીરણા ભાવ હોય છે. જ્યારે મુનિરાજ પિતાના સ્વભાવમાં સ્થિર નથી હતા ત્યારે જ મૂળ ગુણ પાલન કરવાનો વિકલ્પ ઊઠે છે. એ વિકલ્પનું નામ છેદેપસ્થાપનીય સંયમ છે.
આ છઠા ગુણસ્થાનમાં ઉપશમ, ક્ષયોપશમ, વેદક અને ક્ષાયિક એ ચારે ય સમકિત હોય છે એટલે આ ગુણસ્થાન વતી જીવને આ ચારમાંનું કોઈપણ એક સમકિત હોય છે.
આ પ્રમત્ત ગુણસ્થાનમાં નેકષાયનો ઉદય હોવાથી અને પ્રમત્ત દશા હોવાને લીધે આર્તધ્યાન હોય છે. છતાં પણ વ્રતની પરિકૃતિને લીધે ધર્મધ્યાનને વધુ સંભવ છે.
સામાન્ય મત એ છે કે નીચલા ગુણસ્થાનેથી ઉપર ચડીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com