________________
છઠું પ્રમત્ત સંયત ગુણસ્થાન
૧પ૭
વળી સાતમા ગુણસ્થાનેથી નીચે પડી પાછા છઠા ગુણસ્થાનમાં આવે. એમ અસંખ્યવાર જા આવ કરે તે મુનિને બકુશ સત્તા કહી છે.
કશીલ–જે મુનિરાજ પુણ્યરૂપી કુશીલ ભાવને શ્રેણીઓ ચડતાં પિતાના જ્ઞાનરૂપી છીણીથી કાપી નાખે અથવા કાપતા રહે એવા આઠમ, નવમા અને દશમા ગુણસ્થાન વત મુનિને કુશીલ સંજ્ઞા કહી છે.
પરદ્રવ્યમાં ચિત્તનું ભ્રમણ થવાનું નિમિત્ત કષાયોને સમૂહ છે. તે કષા આત્માની સાથે ભળીને એકરૂપ થઈ ગયા છે. છતાં પણ સવભાવભેદ છે તે સમજીને, કષાયો પરરૂપ છે એમ નિશ્ચિત કરીને, કુશળ મલ્લની પેઠે કુશીલ મુનિ પિતાના આત્માના વીર્યથી જ તે કષાયોને મસળીને મારી નાખે છે.
નિર્ચથ–રાગદ્વેષરૂપી ગાંઠને છેદીને વીતરાગ ભાવ ધારણ કર્યો. છે એવા અગીઆરમા તથા બારમાં ગુણસ્થાનવતી મુનિને નિગ્રંથની સંજ્ઞા છે.
નાતક–જે મુનિરાજે વીતરાગ ભાવ સહિત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યની પ્રાપ્તિ કરી છે એવા તેરમા ગુણસ્થાન વતી આત્માને સ્નાતક સંજ્ઞા છે.
બને વ્યાખ્યાઓ ઉપરથી વાંચક જોઈ શકશે કે નિગ્રંથ તથા સ્નાતકની વ્યાખ્યામાં કંઈ મતભેદ નથી. પણ મુલાક, બકુશ અને કુશીલની વ્યાખ્યામાં માટે ફરક છે.
વેતાંબર મત પ્રમાણે પુલાક, બકુશ તથા કુશીલ ત્રણ પ્રકારના મુનિઓ એક કે બીજી રીતે મૂળ ગુણમાં દેષ લગાડનારા છે સંયમમાં જ દેષ લગાડે છે તે દ્રવ્યલિંગી જ કહેવાય એમ સમજી શકાય તેવી વાત છે. એટલે દિગંબર મતની વ્યાખ્યા વધારે બંધ બેસતી લાગે છે એમ વિચારક વાયક સમજી શકશે. અને તેથી જ પાંચ પ્રકારના મુનિએ પૂજય બની શકે છે. વ્યલિંગી મુનિ પૂજ્ય ન ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com