________________
છઠું પ્રમત્ત સંયત ગુણસ્થાન
૧૫૫
--------------------
વિશુદ્ધિ, (૩) મન:પર્યવજ્ઞાન, (૪) ઉપશમસમ્યકત્વ અને (૫) સ્ત્રીવેદ નપુંસકવેદ એ બેમાંને એક વેદ, એ પાંચમાંનું કોઈ એક હેય તે બાકીના ચાર ન હોય. કારણ કે એ પાંચેય પરસ્પર વિરોધી છે. પરંતુ ઉપશમ સમ્યકત્વની સાથે સ્ત્રીવેદ કે નપુંસક હોઈ શકે છે.
આ પ્રમત્ત ગુણસ્થાનમાં આચાર્ય, ઉપાધ્યાય તથા પુલાક, બકુશ અને કુશીલ એ ત્રણ પ્રકારના સાધુ પરમેઠી હોય છે. આ પરમેષ્ઠી પાંચ મહાવ્રત, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિનું આચરણ કરે છે, દશ ધર્મનું પાલન કરે છે, તેમને અધિક સમય ભાવનાઓના ચિંતનમાં જાય છે. બાવીશ પરિસને તેઓ સમતાથી જીતે છે. બાર પ્રકારના યથાશકિત તપ કરે છે. એ મહાત્મા પ્રમાદ યુક્ત થાય છે ત્યારે પ્રમત્તવિરત કહેવાય છે. પણ તેમને પ્રમાદ વિશેષ હેતું નથી.
સંયત મુનિઓના મહાવ્રત, ગુપ્તિ, સમિતિ વગેરે આચારની વિગત અહીં આપી નથી કારણ કે તેથી બહુ લાંબા વિસ્તાર થઈ જાય. જિજ્ઞાસુએ ધર્મસંગ્રહ વગેરે પ્રથામાંથી જોઈ લેવું. દશ ધર્મ માટે અમારું દશ લક્ષણ ધર્મ પુસ્તક જોઈ લેવું.
ગુણસ્થાન ભાવલિંગીને માટે જ હોય છે. દ્રવ્યલિંગી મુનિનું તો પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન જ છે. વ્યવહારમાં ભલે તે ભાવલિંગી મુનિઓ સાથે રહે છે અને બાહ્ય આચરણનું પાલન કરે છે પણ તે મિથ્યાત્વ અવસ્થામાં જ રહેતો હોવાથી તેનું ગુણસ્થાન તે પહેલું જ છે.
સંયત મુનિના પાંચ પ્રકાર સંયતિ મુનિ પાંચ પ્રકારના હોય છે–(૧) પુલાક (૨) બકુશ, (૩) કુશીલ, (૪) નિર્મથ અને (૫) સ્નાતક.
શ્વેતાંબર તથા દિગંબર બનેને આ પાંચ પ્રકાર એક સરખા માન્ય છે. પરંતુ તેની વ્યાખ્યામાં અથવા અર્થમાં બન્ને સંપ્રદાયની માન્યતા જુદી જુદી છે. અહીં બન્ને સંપ્રદાયની માન્યતા પ્રમાણેની વ્યાખ્યાઓ આપીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com