________________
છ8 પ્રમત્ત સંયત ગુરુસ્થાન
૧૫૩
મધ તે પ્રમાદમાં સંભવી શકતો નથી. કારણકે મુનિ તે શું પણ સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને પણ મધની બંધી હોય. એટલે સ્નેહ અથવા મદ એ બેમાંથી એક હેઈ શકે. | સ્નેહને તે વિષય કષાયમાં સમાવેશ થઈ જાય છે. કારણકે સ્નેહથી જ વિષય ભોગવાય છે. એટલે વિષય અને સ્નેહ એ બે જુદા હોઈ શકે નહિ. તેથી મદ જ સાચો શબ્દ હોય એમ લાગે છે. તેનું કારણ એમ સંભવે છે કે મૂળ હસ્ત લિખિત પ્રતિમાં કોઈ લોહીની ભૂલથી મદને બદલે મઘ લખાઈ ગયું હશે. અને તે ભૂલ એમને એમ પરંપરાથી ચાલી આવી.
એ ભૂલ છે એમ જેમને સમજ પડી તેમાંના કેઈએ સ્નેહ શબ્દ જ્યો ત્યારે બીજાએ લહીઆની ભૂલ અનુમાનથી સમજી લઈને સાચે શબ્દ મદ હોવો જોઈએ એમ શોધી કાઢ્યું, અને તે પ્રમાણે મદ શબ્દ પ્રચલિત કર્યો અને વિચાર કરતાં મદ શબદ જ વિશેષ બંધબેસતો જણાય છે.
1
,
પાંચ પ્રમાદમાંના ત્રણ પ્રકારના જુદા જુદા ભેદે છે. તે આ પ્રમાણે-કષાય ચાર છે–દેધ, માન, માયા અને લેભ. વિષય પાંચ ઈતિના પાંચ વિષય છે અને વિકથા ચાર છે. એટલે ત્રણ પ્રકારના તેર ભેદ થયા તેમાં નિદ્રા અને મદ ઉમેરતાં એકંદર પંદર પ્રકારના પ્રમાદ થાય છે. એ પ્રમાદ જ સાધુને છઠે ગુણસ્થાને રાખી રહે છે.
કષાયને ઉદય તીવ્ર થાય ત્યારે અવશ્ય અંતર્મુહૂર્ત કાળ સુધી પ્રમાદપણું આવી જાય છે. અને જે અંતર્મુહૂર્ત કાળથી પણ વધારે સમય સુધી પ્રમાદીપણું રહે તો તે પ્રમત્ત ગુણસ્થાનેથી નીચે પડે છે અને જે અંતર્મુહૂર્તથી અધિકાળ અપ્રમાદીપણું રહે તે પ્રમત્ત ગુણસ્થાનથી ઊંચે ચડે છે.
કયારેક કયારેક કર્તવ્ય-કાર્ય કરવાનું ઉપસ્થિત થવા છતાં આળસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com