________________
૧૫ર
ચૌદ ગુણસ્થાન અને ત્રણ વેગે પા૫વ્યાપારના ત્યાગી મુનિ પણ મોહનીય આદિ કર્મના ઉદયના સામર્થ્યથી તાવ સંજવલન કષાય અને નિદ્રા આદિ કોઈ પણ પ્રમાદના મેગે ચારિત્રમાં કિલષ્ટ પરિણામવાળો થાય એવા પ્રમાદ યુકત મુનિ પ્રમત્ત કહેવાય છે.
આવા પ્રમાદયુક્ત સંયતનું ગુણસ્થાન એટલે કે વિશુદ્ધિની તીવ્રતા અને અશુદ્ધિની મંદતા વડે થયેલે સ્વરૂપને ભેદ તે પ્રમત્ત સંયત ગુણસ્થાન કહેવાય છે.
સંજવલન કષાયને તથા હાસ્યાદિ કષાયનો ઉદય રહેતો હોવાથી સાધુ ક્ષમા શૌચ આદિ દશ ધર્મોમાં, ત્રણ ગુપ્તિ પાંચ સમિતિ મળી આઠ શુદ્ધિઓમાં તથા પાંચ મહાવતેમાં અનુત્સાહી રહે તેને સાધુને પ્રમાદ કહે છે.
સંયત આત્મા પ્રત્યાખ્યાનાવરણીય કષાયને ક્ષયોપશમ થવાથી સામાયિક ચારિત્ર અથવા છે પસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત કરે છે. અને સંજવલન કષાયોના તીવ્ર ઉદયથી મુનિ પ્રમાદ યુકત થાય છે.
પ્રમાદ પાંચ પ્રકારના છે એટલી તે સર્વ માન્ય વાત છે. પરંતુ એ પાંચ પ્રકાર કયા કયા તેમાં મતભેદ છે. શ્રી ઠાણાંગસૂત્રમાં પ્રમાદના પાંચ પ્રકાર આ પ્રમાણે આયા છે
| મધ, વિષય, કષાય, નિદ્રા અને વિધ્યા. બીજે મત આ પ્રમાણે છે–
નેહ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. ત્રીજો મત આ પ્રમાણે છે–
મદ, વિષય, કષાય, નિદ્રા અને વિક્યા. આમાં ફકત પહેલા પ્રમાદમાં જ મતભેદ છે. બાકીના ચાર તો ત્રણેય માન્યતામાં એક સરખા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com