________________
૧૫૦
ચૌદ ગુણસ્થાન
આ ગુણસ્થાન હોતું જ નથી. તેથી આ ગુણસ્થાનમાં નરકાયુની સત્તા નથી તેથી તે બાદ જતાં ૧૪૭ કર્મપ્રકૃતિઓની સત્તા કહી છે. પરંતુ ક્ષાયિક સમ્યગૃષ્ટિની અપેક્ષાથી ૧૪૦ પ્રકૃતિઓની સત્તા હેય છે.
આ ગુણસ્થાનમાં ગતિ, લેસ્થા તથા અસિદ્ધત્વ નામના ઔદયિક ભાવ છે. એટલે પ્રદેશત્વગુણ, ક્રિયાગુણ, યોગગુણ, અવગાહના ગુણ, અવ્યાબાધગુણ, અગુરુલઘુગુણ, સૂક્ષ્મત્વગુણુ વગેરે ઔદયિકભાવથી પરિણમન કરે છે. એ ગુણે સંપૂર્ણરૂપથી વિકારી પરિણમન કરે છે.
અનેક જીવોની અપેક્ષાથી શ્રદ્ધા ગુણ ઉપશમભાવરૂપ, ક્ષાયિકભાવરૂપ તથા ક્ષય પશમરૂપ પરિણમન કરે છે.
જ્ઞાનગુણ, દર્શનગુણ, વિગુણુ અને ચારિત્રગુણ ક્ષ પશમભાવથી પરિણમન કરે છે.
જીવત્વ તથા ભવ્યત્વ નામના પારિણામિકભાવ શક્તિરૂપ છે.
એ પ્રમાણે અલગ અલગ ગુણ, અલગ અલગ ભાવથી પરિણમન કરે છે.
દેશવિરતિ (સંયતાસંયત) સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત દશ પ્રાણસંયુક્ત ચાર સંજ્ઞાવાળા હોય છે.
ભોગભૂમિના મનુષ્ય તિર્યંચને આ ગુણરથાન નથી.
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com