________________
૧૫૪
ચૌદ ગુણસ્થાન આદિને લીધે જે અનાદર બુદ્ધિ પેદા થાય તે પ્રમાદ છે, પરંતુ જેમ ઉચિત માત્રામાં ઉચિત ભોજન લેવું એ પ્રમાદમાં ગણાતું નથી તેવી રીતે ઉચિત નિદ્રા પ્રમાદમાં ગણતી નથી. તેમ કષાય પણ મંદ હાલતમાં હતાં અહીં પ્રમાદમાં ગણવામાં આવ્યો નથી, મહા તીવ્રતાને ધારણ કરે ત્યારે કષાયને અહીં પ્રમાદમાં ગણવામાં આવ્યો છે. કારણ કે એમ તો કષાયદય આગળ સાતમા ગુણસ્થાનમાં પણ છે, દશમા ગુણસ્થાન સુધી છે પણ મંદ થતો જતો હાઈ પ્રમાદ કહેવાતું નથી.
અહીં છવને સ્વાર્થ, લોભ, સુશ્રુષા વગેરે ભાવ રહે છે. ચારિત્ર પાળે છે છતાં અતિચાર સેવે છે.
દેશવિરતિ કરતાં પ્રમત્ત સંયતની વિશુદ્ધિ અનંતગુણ છે અને અશુદ્ધિ અનંતગુણ હીન છે, અપ્રમત્તની અપેક્ષાએ તેનાથી ઊલટું, વિપરીત સમજી લેવું.
મુનિઓ બે જાતના હોય છે—દ્રવ્યલિંગી અને ભાવલિંગી, જે મુનિઓ લૌકિક ભાવમાં રચ્યાપચ્યા રહે છે, મંત્ર દોરા ધાગા કરે છે, જ્યોતિષ જુએ છે વગેરે અનેક રીતે સંયમમાં દેષ લગાડે છે, મૂળ ગુણ ઉત્તર ગુણની વિરાધના કરે છે તેવા મુનિઓ ભાવથી સંયમી નથી પણ બાહ્ય વેષધારી દ્રવ્યલિંગી મુનિ છે. પરંતુ જે મુનિઓ સાચા ભાવથી સંયમ પાળે છે તે જ સાચા સંયમી મુનિ અથવા ભાવલિંગી મુનિ કહેવાય છે.
આ ગુણસ્થાનમાં જેને આહારકઋદ્ધિ પ્રાપ્ત થાય છે તેને કોઈ સૂક્ષ્મ તત્વમાં શંકા પડતાં આહારક શરીર પ્રગટ કરી ભગવાન પાસે ખુલાસે પૂછવા જાય છે. આ આહારકશરીર બનતાં જ્યાં સુધી તે અપર્યાપ્ત હોય ત્યાં સુધી તે આહારકમિશકાયયોગી અપર્યાપ્ત કહેવાય છે. એ સ્થિતિમાં આહારકવર્ગનું તથા ઔદારિક વર્ગણાઓના ગ્રહણના નિમિત્તે પરિસ્પદ થાય છે.
આ ગુણસ્થાનવત મુનિને (૧) આહારક, (૨) પરિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com