________________
૧૪૬
ચૌદ ગુણસ્થાન બારમા દેવલોકે ઉત્પન્ન થાય. પાંચમા આરામાં ધર્મનું આરાધન કરનાર મનુષ્ય ઉત્કૃષ્ટ ચેથા દેવલેક સુધી જાય છે.
શ્રાવકના કેટલાક આચાર દેશવિરિત સમ્યગ્દષ્ટિ શ્રાવક સદાકાળ ધર્મ પરાયણ રહે છે પાપ બુદ્ધિ ઉત્પન્ન થાય તે સંગ તેઓ કદાપિ કરતા નથી, તેઓ નિરર્થક કથાઓમાં પિતાને અમૂલ્ય સમય બગાડતા નથી, તેમના ઘરમાં ધર્મ કથા ચાલતી હોય છે. માતાઓ નાના પુત્ર પુત્રીઓને પૂર્વ સમયની ધર્મ સ્થાઓથી સદા રંજન કરતા હોય છે. વિનય, ભકિત અને પ્રાર્થનાના પાઠે સદા ચાલતા હોય છે.
તેઓ સદાચારને કદી ભંગ કરતા નથી. નીતિને તેઓ પ્રાણથી પણ વહાલી ગણે છે. પારકા અવર્ણવાદ બોલતા નથી. મૂર્ખ, અનાચારી, કશીલ જનોથી તેઓ સદા દૂર રહે છે. પિતાના ગુણો પિતાની જીભે કહી બતાવી છભને દોષિત કરતા નથી. પારકું ઋણ કરીને ફરી જતા નથી. પોતાની શક્તિનો સદા વિચાર રાખ્યા જ કરે છે. બેટા, વાદવિવાદમાં પડતા નથી.
દેશવિરતિ સમ્યગ્દષ્ટિ શ્રાવકમાં હઠાગ્રહ કે કદાગ્રહ ન હોય પણ સરળતા જ હોય, પરોપકાર બુદ્ધિ જ હેય, દંભ ન હોય, છેતરપીંડી ન હેય, વૃથા વાગ્વિલાપન ન હય, એછું આપવું અને વધુ લેવું એવા વિચારો ન હોય, ખેટા તેલમાપ ન હોય અને ખોટા લેખ લખવાના ન હોય,
વાણિજ્ય અને કુવાણિજ્ય, કર્માદાન તથા યંત્રપલક આદિ ધંધાઓ આ શ્રાવકજને કરતા નથી. ખાધને ભેદ સારી રીતે જાણે છે. ત્રસજીવને દુઃખ થાય તેવું તેમનું વાણિજ્ય હેતું નથી. દગે કે કાળા બજાર કરી જનતાને ઠગવાનું અહીં હેતું નથી. ખેટી સાક્ષી પૂરતા નથી. મારવાડી-વ્યાજ લેતા નથી. ખેટા કાંધા કરતા નથી.
યથાશકિત સામાયિક પ્રતિક્રમણ કરે છે, વ્યાખ્યાન વાણી સાંભળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com