________________
પાંચમું દેશવિરતિ ગુણસ્થાન
૧૫
લેવાનો ભાવ થતો નથી. અમર્યાદિત આહાર તથા ઔષધિ સેવનનો ભાવ થતો નથી.
આ ગુણસ્થાનમાં શ્રાવકની ૧૧ અગીઆર પ્રતિમા તથા ૧૨ બાર અણુવ્રતમાંથી જેમ જેની શકિત તે પ્રમાણે વ્રત તથા પ્રતિમા ધારણ કરાય છે. અગીઆર પ્રતિમાની વિગત અમારા દાન અને શીળ નામના પુસ્તકમાં વિસ્તારથી આપી છે ત્યાંથી જોઈ લેવી. તે પુસ્તક થોડા વખતમાં બહાર પડશે. બાર વ્રતની હકીકત પણ ઘણું પુસ્તકોમાં અપાયેલી હોવાથી વિસ્તાર ભયના કારણે અત્રે આપી નથી.
દેશવિરતિ શ્રાવક ગુરુની ઉપાસના કરે છે, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાનના કાર્યોમાં તત્પર રહે છે. કર્મના કારણનું કોઈ પણ રીતે નિવારણ કરવું એ એના જીવનની પ્રવૃત્તિને હેતુ છે, કર્મ પ્રવૃતિઓ જેમ જેમ નબળી પડતી જશે તેમ તેમ જીવાત્મા નિર્મળ બનતો જશે અને ગુણમાં આગળ વધશે. ચેથા ગુણસ્થાનકે જીવ જે જે ક્રિયા અમલમાં મૂકી શકો નહતો તે આ સ્થાનકે અમલમાં મૂકી શકે છે, અહીં પ્રમાદનું જોર ઘટી ગયું છે.
ચેથા ગુણસ્થાનમાં હદયબળની તથા ચિત્તના સંયમની ખામી હતી તે અહીં સુધરવા પામે છે. તીવ્ર કષાયોની સત્તા નીકળી ગયેલી હોવાથી ઘણા વતની આરાધના કરી આગળ વધી શકાય છે, અને સંયમ ભાવમાં વૃદ્ધિ થતી આવે છે.
દેશવિરતિ આત્માઓને અ૫ ઇચ્છા, અલ્પપરિગ્રહ, અલ્પઆરંભ, સુશીલ, ધર્મિષ્ટ, સુપાત્ર, વૈરાગ્યવત, સમ્યગદર્શી, આરાધક, પ્રભાવક વગેરે ગુણો પ્રાપ્ત થાય છે. તેઓ ચિત્તને સંયમ જાળવે છે અને ભાવ જાગ્રત રાખે છે.
આ ગુણસ્થાનેથી છવ જઘન્યથી પહેલા દેવલે છે અને ઉત્કૃષ્ટ
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com