________________
પાંચમું દેશવિરતિ ગુણસ્થાન
૧૪૭
છે. દાન દેવા યોગ્ય સમયે હાથને સંકેચતા નથી. મુનિ મહારાજાઓને વિવેકપૂર્વક સત્કાર કરે છે. પર્વતિથિનું આરાધન મૂક્તા નથી. દાન, શીળ, તપ અને ભાવાનાની આરાધના કમે ક્રમે આગળ વધે છે. અનુપયેગે જીવ કોઈ ભારે બંધમાં આવી ન પડે તેની તેઓ સતત જાગૃતિ રાખ્યા કરે છે.
પુણ્યવાન શ્રાવકો વિદેશી ભ્રષ્ટ વસ્તુઓથી સદા દૂર રહે છે. મહાવિનયને તેઓ જીવનપર્યત સ્પર્શ પણ કરતા નથી. વિગય ઉપયોગ કરતાં સદાય કરે છે. કુવ્યસનેથી સદાય દૂર રહે છે. હાલના અનર્થ વાદની અસર સાચા શ્રાવક પર થતી નથી, તેમ જ બુદ્ધિવાદને તેઓ ખોટું પ્રધાનપણું આપતા નથી. દીકરા દીકરીના ચારિત્રમાં જરા પણ ગફલત રાખતા નથી. જેન તરીકેના કુળાચારને ચીવટથી વળગી રહે છે. ગુણના અનુરાગી હોય છે.
તેઓ સદા સ્વકર્તવ્યમાં રત રહે છે. ઈદ્રિયોના ઉપસેવનથી થતી હાનિને તેઓ ક્ષણેક્ષણે વિચાર કરે છે. અનંત કાળે મેળવેલું સમક્તિરૂપી અમૂલ્ય ધન કેમ સચવાય તેની તે બરાબર કાળજી રાખે છે. ઈતિને છૂટી મૂકી એ અમૂલ્ય ધનને (સમકિતને) પ્રાણાંતે પણ લૂંટાવતા નથી.
નિર્મળ બુદ્ધિને લીધે ગત કાળનાં દુખે તેની નજર સમક્ષ જ હોય છે. જે પ્રમાદે તેને અનંત ભવ રખડાવ્યો તે પ્રમાદ હવે અહીં આડે આવી શકતું નથી. શરીરની શુશ્રષા, વેષવિભૂષા, કામ રાગની પિપાસા, લક્ષ્મીની ઇચ્છા, માનપ્રતિષ્ઠા વડે પૂજાવાની ભાવના વગેરે હવે ટકી શકતાં નથી. હવે જીવાત્મા સાચા ધર્મ માર્ગે જ પડે છે.
અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ આ ગુણસ્થાનમાં વતતે સમ્યગ્દષ્ટિ શ્રાવક અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરે છે. અભક્ષ પદાર્થો બે પ્રકારના છે-(૧) સ્થાવર અભક્ષ્ય, (૨) ત્રસ અભક્ષ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com