________________
૧૨૨
ચૌદ ગુણરથાન દર્શન ગુણ, વિર્ય ગુણ એ ક્ષાયોપથમિક ભાવ છે. અને છેવત્વ ભવ્યત્વ શકિત રૂપ પરિણામિક ભાવ છે.
મિશ્ર ગુણસ્થાનમાં પથમિક તથા ક્ષાયિકભાવ નથી.
મિશ્ર ગુણસ્થાનમાં જ્ઞાન ત્રણ મિત્ર હોય છે. મિશ્ર દષ્ટિવાળાના પરિણામ સમ્યક અને મિથ્થારૂપ મિશ્ર હોવાથી તેનાં જ્ઞાન પણ મિશ્રજ્ઞાન સમજવા જોઈએ.
મિશ્ર ગુણસ્થાનમાં અસંયમ, ૩ દર્શન, ૬ શ્યા, ભવ્યત્વ, સમ્યગ મિથ્યાત્વ, સંસી, આહારક હોય છે. ઉપયોગ બન્ને ક્રમશઃ હેય છે. આ ગુણસ્થાનમાં સંજ્ઞી પર્યાપ્ત પંચૅકિય, ૧૦ પ્રાણ, ૪ સંજ્ઞા, ૪ ગતિ, ત્રસકાય, ૩ વેદ હોય છે.
મિશ્ર ગુણસ્થાનમાં આ રૌદ્ર બે ધ્યાન હોય છે. તેમજ કેટલાકને મતે આજ્ઞાવિય ધર્મધ્યાન પણ હોય છે.
સભ્ય મિથ્યાત્વ, મિશ્ર સમ્યકત્વ, સમ્ય મિથ્થા દષ્ટિ, ઉભય દષ્ટિ, મિશ્ર દષ્ટિ એ સર્વ એકાર્યવાચક શબ્દ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com