________________
૧૨૮
ચૌદ ગુણસ્થાન સમ્યગૃષ્ટિ આત્માની શ્રદ્ધાની અપેક્ષાથી તેને સાત ભય હેતા નથી પરંતુ ચારિત્રની અપેક્ષાથી તેને ભય હેય છે.
તેને માયાચારી ભાવ પણ હોઈ શકે છે. જેમકે રામચંદ્રજીએ સીતાને માયાથી જ કહી વનમાં એકલા છેડી આવવાને સેનાપતિને આદેશ કર્યો હતો.
સમ્યગદષ્ટિ આત્માથી સંકલ્પી હિંસા પણ થઈ જાય છે, નિરપરાધીને મારવાને ભાવ થઈ જાય છે. જેમ કે ભારત તથા બાહુબળી સમ્યગદષ્ટિ આત્મા હતા, મેક્ષગામી હતા, તો પણ કષાયના કારણથી બનેમાં યુદ્ધ થયું છે કે તે નીતિપૂર્ણ હતું. ત્રણ યુદ્ધમાં ભરતજી હારી ગયા અને કષાયના આવેશમાં આવીને નિરપરાધી બાહુબળી ઉપર ચક ચલાવ્યું. આ સંકલ્પી હિંસા છે.
નરકમાં વિશેષ કરીને સંકલ્પી હિંસા જ થાય છે.
અવિરત સમ્યગષ્ટિ આત્મામાં તીવ્ર કષાય પણ હોય છે કે જેને ઉત્કૃષ્ટ કૃષ્ણ લેશ્યા કહે છે. તેમ જ મંદતમ કપાય પણ હોય છે જેને પરમ શુકલ વેશ્યા કહે છે. એ પ્રમાણે કષાયની તારતમ્યતા રહે છે.
સર્વ સમ્યગદષ્ટિ જીવોને ચોથા ગુણસ્થાનમાં સંવર સમાન હોય છે તેપણ ભાવ નિર્જરામાં મહાન અંતર પણ હોય છે.
જે મનુષ્ય સમ્યગદર્શન પ્રાપ્ત થયા પહેલાં મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્ય કે તિર્યંચ આયુષ્યને બંધ બાંધી દીધું હોય અને તે પછી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ હોય એ જીવ ભેગ-ભૂમિમાં જ ઉત્પન્ન થશે પરંતુ તે સમ્યગદષ્ટિ આત્મા વિદેહ ક્ષેત્રમાં જશે નહિ. કારણકે જેણે મહાન સાતિશય પુણ્યને બંધ બાંધે છે તે ભોગવવાનું સ્થાન કર્મભૂમિ નહેતાં ભોગભૂમિ કે સ્વર્ગ જ છે. - મિથાદષ્ટિ મનુષ્ય મરીને સીધા વિદેડક્ષેત્રમાં મનુષ્ય થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com