________________
ચેાથે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન
૧૩૫
ઉપશમાગ્યા છે તેને અનંતાનુબંધીને રસોદય તથા પ્રદેશેાદય હેતા નથી. અને બીજાને માત્ર પ્રદેશોદય હોય છે પણ રસોદય હેતો નથી.
ઔપશમિક સમજ્યમાં વર્તત આત્મા મિથ્યાત્વ મોહનીય કર્મના શુધ્ધ, મિશ્ર અને અશુધ્ધ એમ ત્રણ વિભાગે કરે છે. ઔપશમિક સમ્યકત્વને અંતમુહૂતને કાળ વિત્યા પછી એ ત્રણ વિભાગોમાંથી જે દ્રવ્યને ઉદય થાય તે પ્રકારની જીવની સ્થિતિ થાય છે. જે શુધ્ધ દ્રવ્યને ઉદય થાય તે આત્મા ક્ષાપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. જે મિશ્ર દ્રવ્યને ઉદય થાય તે તે મિશ્ર દૃષ્ટિ બને છે અને જે અશુધ્ધ દ્રવ્ય ઉદયમાં આવે તે તે ફરીથી મિથ્યા દષ્ટિ થાય છે. (આની સાથે બીજા ગુણસ્થાનમાં આપેલી હકીકત ધ્યાનમાં રાખવી.)
શુધ્ધ, મિશ્ર અને અશુધ્ધ એ ત્રણ વિભાગમાંથી ગમે તે એક તો અંતમુહર્ત કાળ વીત્યા પછી ઉદયમાં આવે છે જ અને તેમ થતાં તે ચેથા, ત્રીજા કે પહેલા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે.
ક્ષાપશમિક સમ્યકત્વ–ક્ષાપશમિક સભ્યત્વની ઉત્પતિ ઉપર બતાવી તે પ્રમાણે છે.
મિથ્યાત મેહનીયના તથા મિશ્ર મોહનીયના પ્રદેશોદય વડે અને સમ્યકત્વ મોહનીયના રોદય વડે જે તત્વરુચિ પ્રગટ થાય તેને ક્ષાપશમિક સમ્યકત્વ કહે છે.
અહીં જેણે અનંતાનુબંધી ચતુષ્કનો ક્ષય કર્યો નથી તેને માત્ર તેનો પ્રદેશેાદય હોય છે અને બીજાને તેને રસોદય અને પ્રદેશોદય બને હેતા નથી.
અથવા સામાન્ય ભાષામાં કહીએ તે–
મિથાવના ઉદય પામેલા દલિકાને ભેગવીને ક્ષય કરવો એટલે કે તેને સત્તામાંથી નાશ કરવો અને ઉદય નહિ પામેલા મિથ્યાત્વ પુંજ તથા મિશ્રપુંજને ઉપશમ કરે એમ ક્ષયની સાથે ઉપશમ તે ક્ષયોપશમ.
અને ક્ષયોપશમ દ્વારા પ્રગટ થયેલું સમકિત તે ક્ષાયોપથમિક સમ્યકત્વ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com