________________
ચોથું અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન
૧૩૭. સોપશમ અને ઉપશમમાં તફાવત પહેલા અનંતાનુબંધી કષયને ઉદય હોય ત્યાં સુધી ભવ્ય સિદ્ધિક આત્માઓ પણ સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકતા નથી. અપ્રત્યાખ્યાનવરણીય નામના બીજા કષાયને ઉદય છતાં સમ્યકત્વને લાભ થાય છે પરંતુ દેશ વિરતપણું પ્રાપ્ત થતું નથી. ત્રીજા પ્રત્યાખ્યાનાવરણીય કષયને ઉદય હોય ત્યાં સુધી સર્વ વિરતિ ચારિત્ર પ્રાપ્ત કરી શકાતું નથી જે કે સમ્યકત્વ અને દેશવિરતિપણું તે પ્રાપ્ત કરાય છે.
આ પ્રમાણે પહેલા બાર કષાયનો ઉદય ન હોવાનું કહ્યું એટલે તેને પશમ થયેલે સમજો.
જ્યારે ક્ષયપશમ થાય ત્યારે ઉદયમાં આવેલા કર્મને ક્ષય થાય છે અને ઉદયમાં નહિ આવેલા કર્મને ઉપશમ થાય છે.
આ રીતે જોતાં તો બંને સરખા જ દેખાય છે ત્યારે જેને જેને ક્ષપશમ થાય છે તેને તેને પ્રદેશોદય હોય છે. ઉપશમમાં પ્રદેશોદય હોતો નથી. એજ એ બંનેમાં તફાવત છે.
રદયથી પ્રદેશોદય અત્યંત મંદ સામર્થ્યવાળો છે, મંદ શક્તિવાળો છે તેથી પશમ થયા પછી મિથ્યાત્વ કે પહેલા બાર ક્લાયને પ્રદેશોદય સમ્યકત્વને ઘાત કરી શકતો નથી. જેમ સંપૂર્ણ ચાર જ્ઞાનીને મતિજ્ઞાનાવરણ આદિને નિત્યઉદય-ધ્રુવોદય હોવા છતાં તે ઉદય મંદ હોવાથી વિઘાત કરનાર થતું નથી તેવી રીતે પ્રદેશદય પણ સમ્યકત્વને વિઘાત કરનાર થતો નથી એમ જાણવું.
'
છે,
ઉપશમ અને ક્ષયમાં તફાવત એક મલિન જળથી ભરેલે માલો પડે છે. થોડો વખત એમને એમ પડી રહેવાથી તે પ્યાલાના જળમાંનો મેલ નીચે–તળીયે બેસી જશે અને ઉપરનું જળ સ્વચ્છ દેખાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com