________________
ચોથું અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન
૧૩૯
ભવનપતિ, વ્યંતર અને વિક એ ત્રણ પ્રકારના દેવતાઓને ક્ષાયિક સખ્ય હેતું નથી. પહેલી ત્રણ નકના છાનું તેમ જ વૈમાનિક દેવોનું ક્ષાયિક સમ્યકત્વ પરભવનું સમજવું. અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને તેમ જ તેવા તિર્યંચોને પણ પર–ભવનું જ ક્ષાયિક સમ્યકત્વ હેય છે, સંખેય વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને સ્વ-ભવનું અને પર–ભવનું એમ બન્ને પ્રકારનું ક્ષાયિક સમ્યકત્વ સંભવે છે.
સમ્યવ કેટલી વાર પ્રાપ્ત થાય?
ઉપશમ તથા સાસ્વાદન સમ્યકત્વ વધારેમાં વધારે પાંચ વાર પ્રાપ્ત થાય. એક તે પ્રથમ સમ્યકત્વ મળવાના સમયે અને ત્યારપછી ચાર વાર ઉપશમ શ્રેણી પર આરૂઢ થાય ત્યારે ચાર વાર એમ એકંદર પાંચ વાર જ પામી શકાય.
વેદક અને ક્ષાયિક સમ્યકત્વ એક જ વાર અને ક્ષાપશમિક સમત્વ તે અસંખ્યવાર પ્રાપ્ત થઈ શકે.
કયું સમ્યકત્વ
કયે ગુણસ્થાને હોય છે? સાસ્વાદન સમ્યકત્વ બીજા સાસ્વાદન ગુણસ્થાનમાં જ હોય છે. ત્યાંથી આગળના કે પાછળના ગુણસ્થાનમાં નહિ.
ઔપશમિક સભ્યત્વ ચેથા અવિરત સમ્યગૃષ્ટિ ગુણસ્થાનથી લઈને ઉપશાંત મોહ નામના અગીઆરમાં ગુણસ્થાન સુધી એમ આઠ ગુણસ્થાન સુધી હેય છે,
ક્ષાયિક સમ્યકત્વ ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી લઈને છેક અયોગી કેવળી નામના ચૌદમા ગુણસ્થાનક સુધીના એકંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com