________________
ચાયુ અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન
૧૪૧
અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક અધિક ૩૩ સ્વગરોપમ પ્રમાણ છે. અને તે મનુષ્યના આયુષ્ય સહિત સર્વાર્થસિદ્ધિ આદિ પાંચ અનુત્તર વિમાનગત દેવના આયુષ્ય રૂપ જાણવી.
ક્ષપશમ સમ્યકત્વ છને મનુષગતિ અને દેવગતિની સંપદા આપે છે. અને ક્ષાયિક સમ્યકત્વી જીવેને તેજ ભવમાં અથવા ત્રીજે કે ચોથે ભવે મોક્ષ પ્રાપ્ત થાય છે.
આ ગુણસ્થાન દર્શન મોહનીય કર્મના ઉપશમ, ક્ષયે પશમ કે ક્ષયનું નિમિત્ત છે.
આ ગુણસ્થાનમાં ૭૭ પ્રકૃતિઓનો બંધ હોય છે. ત્રીજા ગુણસ્થાનમાં ૭૪ કર્મપ્રકૃતિઓનો બંધ હોય છે. ચેથા અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન વર્તી છવ તીર્થકર નામકર્મ, દેવાયુષ્ય અને મનુષ્પાયુષ્ય એ ત્રણ પ્રકૃતિ ત્રીજા ગુણસ્થાન કરતાં અધિક બાંધત હોવાથી આ ગુણસ્થાને ૭૭ પ્રકૃતિઓને બંધ છે.
આ ગુણસ્થાને ઉદય ૧૦૪ પ્રકૃતિઓને હેય છે. ત્રીજા ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિનો ઉદય હેય છે તેમાંથી મિશ્ર મોહનીય પ્રકૃતિ વિસછેદ થવાથી તે બાદ જતાં ૮૯ પ્રકૃતિ રહી. તેમાં ચાર આનુપૂર્વી તથા સમ્યકત્વ મોહનીય મળી પાંચ પ્રકૃતિને અહીં ઉદય હેવાથી તે પાંચ ઉમેરતાં કુલ ૧૦૪ પ્રકૃતિને ઉદય છે.
અહીંથી ઉપશમક અને ક્ષેપક એવા બે છવભેદ પડે છે. ઉપશમક છવને ચેથાથી અગીઆરમા ગુણસ્થાન સુધી ૧૪૮ કર્મ પ્રકૃતિઓની સત્તા હોય છે. અને ક્ષેપકને પ્રત્યેક ગુણસ્થાને જુદી જુદી સત્તા હોય છે. ચોથા ગુણસ્થાને ક્ષેપકને નરક આયુષ્યનો ક્ષય થાય છે તેથી તેને ૧૪૭ કર્મપ્રવૃત્તિઓની સત્તા હોય છે.
ચેથા ગુણસ્થાનમાં ચાર ભાવ હોય છે તે આ પ્રમાણે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com