________________
૧૩૮
ચૌદ ગુણસ્થાન
જ્યાં સુધી તે જળ શાંત પડયું રહેશે ત્યાં સુધી તે સ્વચ્છ નિર્મળ દેખાશે. પરંતુ તેને સહેજ પણ હલાવતાં નીચેના મેલના રજકણે પાછા ઉપર ચડી પાણી સાથે ભળી જશે અને વળી પાછું પાણી મેલુ દેખાશે.
જે આ જળ નીચેને મેલ કાઢી નાંખવામાં આવ્યો હોત તો પછી આ જળ આઘાત પ્રત્યાઘાતથી હલવાથી પણ અસ્વચ્છ બનત નહિ.
તેવી જ રીતે મોહનીય કર્મના રજકણે આત્માના પ્રદેશમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે પ્રદેશે સ્વચ્છ લાગે છે. પરંતુ કાંઈક કારણ મળતાં મોહનીય કર્મનાં તે રજકણે સમસ્ત આત્મ પ્રદેશમાં પ્રસરી જાય છે. એટલે કે અમુક કાળ વીત્યા પછી તે જરૂર ઉદયમાં આવે છે.
પરંતુ જો મોહને સર્વથા ક્ષય કરવામાં આવ્યા હોય, મોહનીય કર્મના રજકણોને આત્મ પ્રદેશમાંથી હમેશને માટે હાંકી કાઢવામાં આવ્યા હેય તે તેને કદી પણ પાછો ઉદય થાય નહિ.
આ ઉપરથી સમજી શકાય છે કે જેને ઉપશમ થયો હોય તે તે સમયમાં કે ત્યારબાદ પણ અમુક સમય સુધી જ ઉદયમાં આવે નહિ, પરંતુ અમુક કાળ પછી તે જરૂર જ ઉદયમાં આવે છે. ત્યારે ક્ષયના સંબંધમાં તો તે સત્તામાં પણ નહિ હેવાને લીધે તેને કદાપિ પણ ઉદય થવાને અપાશે પણ સંભવ નથી.
સ્વભાવ પરભવનું સમ્યક્ત્વ ઔપથમિક સમ્યકત્વ સ્વભવનું જ હોય છે. કારણકે કોઈ પણ જીવ એક ગતિમાં ઉત્પન્ન કરેલા પથમિક સમ્યકત્વ સહિત બીજી ગતિમાં જઈ શકતો નથી.
ક્ષાયાપશમિક સમ્યકત્વ સ્વભવનું તેમ જ પરભવનું હોય છે પરંતુ તેમાં કેટલેક મતભેદ છે.
ક્ષાયિક સમ્યકત્વ મનુષ્યગતિમાં જ સ્વભવનું હોય છે. છેલ્લી ચાર નરકના જીવોને, સંખેય વર્ષની આયુષ્યવાળા તિર્યંચોને તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com