________________
૧૩૪.
ચૌદ ગુણસ્થાન
-----
----
----
તે સમ્યગજ્ઞાન થયું અને તે જ પ્રમાણે વિચારમાં પ્રવર્તે તે સમ્યક્ ચારિત્ર થયું. એ પ્રમાણે પિતાને નિશ્ચય રત્નત્રય થયું માને છે. પણ હું પ્રત્યક્ષ અશુદ્ધ છતાં શુદ્ધ કેવી રીતે માનું, જાણું, વિચારું છું? ઈત્યાદિ વિવેક હિત માત્ર ભ્રમથી સંતુષ્ટ થાય છે.
વળી અહેતાદિક વિના અન્ય દેવાદિકને હું માનતો નથી અથવા જૈન શાસ્ત્રાનુસાર જીવાજીવ આદિકના ભેદ શીખી લીધા છે તેને જ માનું છું, અન્યને માનતો નથી તે તો સમ્યગ્દર્શન થયું. જૈનશાસ્ત્રોના અભ્યાસમાં ઘણે પ્રવર્તે છું તે સમ્યગજ્ઞાન થયું. તથા વ્રત આદિ રૂ૫ ક્રિયાઓમાં પ્રવર્તે છું તે સમ્યક ચારિત્ર થયું એ પ્રમાણે પિતાને વ્યવહાર રત્નત્રય થયું એમ માને છે.
પણ વ્યવહાર તો ઉપચારનું નામ છે. અને તે ઉપચાર પણ ત્યારે જ બને કે જ્યારે તે સત્યભૂત નિશ્ચય રત્નત્રયના કારણ આદિ રૂપ થાય. જેમ નિશ્ચય રત્નત્રય સધાય તેમ તેને સાધે તો તેમાં વ્યવહાર પણું સંભવે. પણ નિશ્ચય રત્નત્રયની પિછાણ જ ન થઈ હોય તે તે પ્રમાણે કેવી રીતે સાધી શકે? માત્ર આજ્ઞાનુસારી બની દેખાદેખી સાધન કરે છે તેને નિશ્ચય વ્યવહાર મેક્ષમાર્ગ પણ થયા નહિ.
સમ્યકત્વના ત્રણ પ્રકારે આત્માના પરિણામથી મોહનીયની કર્મ પ્રકૃતિઓની જે જુદી જુદી સ્થિતિ કરવામાં આવે તે અનુસાર સમ્યકત્વના મુખ્ય ત્રણ પ્રકાર પાડવામાં આવે છે–(૧) ઉપશમ સમકિત અથવા ઔપશમિક સમ્યકત્વ, (૨) ક્ષાયોપથમિક સમ્યક્ત્વ અને (૩) ક્ષાયિક સમસ્વ.
પરામિક સભ્યત્વ—દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિમિથ્યાત્વ મોહનીય, મિશ્ર મેહનીય અને સમ્યકત્વ મોહનીયને અનુદય
એટલે ઉપશમ કરવાથી જે ભાવ ઉત્પન્ન થાય, જે તસ્વરુચિ પ્રગટ થાય તે ઉપશમ સમકિત અથવા ઔપથમિક સમ્યકત્વ.
અહીં જેણે અનંતાનુબંધી ચતુષને ક્ષય કર્યો છે અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com