________________
૧૨૦
ચૌદ ગુણસ્થાન
જેમ ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં જીવ મરણ પામતો નથી તેમ બારમા ક્ષીણ મેડ ગુણસ્થાનમાં અને તેમા સગી ગુણસ્થાનમાં વર્તત જીવ પણ મરણ પામતો નથી. એટલે જીવ ૩–૧૨-૧૩ ત્રીજા, બારમા અને તેરમા એ ત્રણ ગુણસ્થાનમાં મરણ પામતો નથી, પણ બાકીના ૧૧ અગીઆર ગુણસ્થાનમાં મરણ પામે છે.
પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન, બીજુ સાસ્વાદન ગુણસ્થાન અને ચોથું અવિરતિ ગુણસ્થાન એ ત્રણ ગુણસ્થાન છવની સાથે મરણ વખતે પરભવમાં પણ જાય છે. પરંતુ બાકીના ૧૧ અગીઆર ગુણસ્થાને જીવની સાથે પરભવમાં જતા નથી.
પૂર્વે બાંધેલા આયુષ્યવાળા જીવે મિશ્ર ગુણસ્થાનમાં આવતાં પહેલાં સભ્યત્વ અથવા મિથાવ એ બે ભાવમાંથી જે કોઈ એક ભાવે વર્તતાં આયુષ્ય બાંધ્યું હોય તે ભાવ સહિત તે જીવ મરણ પામે છે. અને તે ભાવને અનુસારે સદ્ગતિમાં કે દુર્ગતિમાં જાય છે,
બીજી જાણવા જેવી હકીકતે મિશ્ર ગુણસ્થાનન કાળ અંતર્મુહૂર્તને છે. તે સાસ્વાદન ગુણસ્થાનના કાળથી અધિક કાળ છે. તો પણ તે એટલે બધે સૂક્ષ્મ કાળ છે કે તે કાળ છવાસ્થને જ્ઞાનગોચર નથી.
મિશ્ર ગુણસ્થાનને કાળ પૂરો થયા પછી તે જીવના પરિણામ શુદ્ધ હોય તે સમ્યગદર્શનને પામીને ચોથા ગુણસ્થાને જાય છે. અને તેના પરિણામ અશુદ્ધ હોય તો મિથ્યાદર્શન પ્રાપ્ત કરીને પહેલા ગુણસ્થાનકે જાય છે.
મિશ્ર ગુણસ્થાનને ૭૪ કર્મપ્રકૃતિને બંધ હોય છે તે આ પ્રમાણે-બીજા સાસ્વાદન ગુણસ્થાનમાં ૧૦૧ કર્મપ્રકૃતિએને બંધ
હતો તેમાંથી– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com