________________
૧૧૮
ચૌદ ગુણસ્થાન
-
-----
(૨) મધ્યમ બે સ્થાનક (તીવ્ર, તીવ્રતર ) રસવાળા મિથ્યાત્વના પુદ્ગોને મિશ્ર મોહનીય કહેવામાં આવે છે. તેના ઉદયથી જિનપ્રીત તત્વ ઉપર શ્રદ્ધા કે અશ્રદ્ધા હોતી નથી.
(૩) બે સ્થાનક (તીવ્ર) તથા ત્રણ સ્થાનક (તીવ્રતર) અને ચાર સ્થાનક (તીવ્રતમ) રસવાળા પુગળો મિથ્યાત્વ મોહનીય કહેવાય છે. તેના ઉદયથી જિનપ્રણીત તો પ્રત્યે અશ્રદ્ધા જ થાય છે.
ઉપરોક્ત ત્રણ પુંજમાંથી જ્યારે અર્ધ વિશુદ્ધ પુજને ઉદય થાય ત્યારે તેના ઉદયથી છરને અરિહંતે કહેલ તત્વની અર્ધ વિશુદ્ધ શ્રદ્ધા થાય છે એટલે તેને જિનપ્રણીત તોમાં એકાંત રુચિરૂપ શ્રદ્ધાન નથી હતું તેમ એકાંત અરુચિરૂ૫ અશ્રદ્ધાન પણ નથી હોતું. પરંતુ મિશ્ર દષ્ટિ રહે છે. તેને મિશ્રદષ્ટિ કહે છે. તેના સ્વરૂપને મિશ્ર ગુણસ્થાન અથવા મિશ્રદષ્ટિ ગુણસ્થાન કહે છે.
જ્યારે કોઈ જીવને સત્યનું દર્શન થાય છે ત્યારે તે આશ્ચર્ય ચકિત થવા જેવો બની જાય છે. એના જૂના સંસ્કાર એને પાછળ તરફ ખેંચે છે અને સત્યનું દર્શને તેને આગળ ખેંચે છે. આમ તેની
લાયમાન સ્થિતિ થોડા વખત માટે રહે છે. તે પછી તે એ મિથ્યાત્વમાં પડે છે. અથવા તે સત્યને પ્રાપ્ત કરે છે.
આ ગુણસ્થાનમાં અનંતાનુબંધી કષાય ન હોવાથી આ ગુણ સ્થાન પહેલા અને બીજા ગુણસ્થાનેથી ચડીતું છે. પરંતુ આમાં પૂણે વિવેક પ્રાપ્તિ હોતી નથી. સમ્યકત્વ અને મિથ્યાત્વનું મિશ્રણ હોય છે. સન્માર્ગ વિષે શ્રદ્ધા પણ નહિ અને એ પણ નહિ એવી હાલક ડોલક જેવી સ્થિતિ હોય છે. અથવા સંત અને અસત બને તરફ ખેંચનારી અથવા બેઉ વિષે સેળભેળ જેવી શ્રદ્ધા હોય છે.
જેમ ઘડી અને ગભના સાગથી છે કે ગલ ઉત્પતિ નથી પણ ખચ્ચર જેવી એક નવીન જાતિ ઉત્પન્ન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com