________________
૧૨૪
ચૌદ ગુણસ્થાન સ્વીકાર કરતા નથી અને (૩) તેનું પાલન કરતા નથી એ ત્રણ પદેના આઠ ભાંગા થાય છે તે આ પ્રમાણે (૧) જેઓ વિરતિના સ્વરૂપને યથાર્થ સમજતા નથી, સ્વીકારતા
નથી અને તેનું પાલન પણ કરતા નથી. તે સામાન્યથી સઘળા છો (૨) જેઓ જાણતા નથી, સ્વીકારતા નથી પણ પાલન કરે છે તે
અજ્ઞાન તપવી. (૩) જેઓ જાણતા નથી, સ્વીકારે છે પણ પાલન કરતા નથી તે
પાર્થસ્થ આદિ. (૪) જે જાણતા નથી પણ સ્વીકાર કરે છે અને પાલન પણ
કરે છે તે અગીતાર્થ મુનિ. (૫) જેઓ જાણે છે. પરંતુ સ્વીકાર અને પાલન કરતા નથી
તે શ્રેણિક આદિ. (૧) જેઓ જાણે છે, સ્વીકારતા નથી પણ પાલન કરે છે તે
અનુત્તર વિમાનવાસી દેવ. (૭) જેઓ જાણે છે, સ્વીકારે છે પણ પાલન કરતા નથી તે
સંવિગ્ન પાક્ષિક મુનિ. (૮) જે જાણે છે અને પાળે છે તે દેશવિરતિ અને સર્વવિરતિ.
આ આઠ ભાગમાંથી પ્રથમના ચાર ભાંગામાં વર્તતા છે મિથ્યાદષ્ટિ હોય છે. કારણ કે તેઓ સમ્યજ્ઞાન રહિત છે. પછીના ત્રણ ભાગમાં વર્તતા છ અવિરત સમ્યગદષ્ટિ દેય છે. કારણકે તેઓ સમ્યગ જ્ઞાન સહિત છે. અને આઠમે ભાગે વર્તતા આત્માઓ દેશવિરતિ અને સર્વ વિરતિ યુક્ત હોય છે. કારણ કે તેઓ સમ્યગ જ્ઞાન સહિત વિરતિનો સ્વીકાર કરે છે અને પાલન કરે છે.
ઉપશમ સમ્યક્ત્વ, ક્ષાપશમિક સભ્યત્વ અથવા ક્ષાયિક સમ્યક્ત્વ આ ત્રણ જાતના સમ્યકત્વમાંથી કોઈપણ એક જાતના સમ્યવાવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com