________________
ત્રીજુ ગુણસ્થાન
૧૧૯
જેમ ગોળ અને દહીંના સંગથી ગોળ કે દહીંને સ્વાદ નહિ રહેતાં એક નવો જ સ્વાદ ઉત્પન્ન થાય છે.
તેવી રીતે જે જીવની બુદ્ધિ સર્વજ્ઞ ભાપિત અને અસર્વજ્ઞ ભાષિત એ બને ધર્મમાં સમાન શ્રદ્ધાવાળી થાય તે જીવ નવીન જાતિના ભેદરૂપ મિશ્રગુણવાળો ગણાય છે. - મિશગુણસ્થાને પહેલા અને ચોથા એ બન્ને ગુણસ્થાનેથી આવે છે. પહેલા ગુણસ્થાનેથી આવનારને જિનેશ્વર પ્રણીત તત્ત્વ પર જે અરુચિ હતી તે ઠંડી જાય છે અને રુચિ તે હતી જ નહિ. ચેથા ગુણસ્થાનેથી આવનારને જિનેશ્વર પ્રણીત તત્ત્વ પર જે રુચિ હતી તે દૂર થાય છે અને અરુચિ હતી જ નહિ. એટલે જ ત્રીજા મિશ્ર ગુણ સ્થાને રુચિ કે અરૂચિ નથી લેતી એનું જ નામ અવિશુદ્ધ શ્રદ્ધા છે.
જીવાત્મા પહેલા ગુણસ્થાનેથી છૂટીને ચેથા ગુણસ્થાનકે જવા તૈયાર થાય છે ત્યારે તે આ ત્રીજા ગુણસ્થાનને સ્પર્શી શકે છે. એથે ગુણસ્થાને તે સમક્તિની પ્રાપ્તિ થઈ જાય પરંતુ અહીં વચમાં રોકાઈ જાય છે. એ રોકાવું તે તેની પ્રકૃતિના ઉદયનું કારણ છે. આ ગુણસ્થાને નથી પહેલા ગુણસ્થાનનો ભાવ કે નથી ચોથા ગુણસ્થાનને ભાવ. વીતરાગદર્શન ઉપર તેને અભાવ નથી તેમજ મિથ્યા દર્શન ઉપર તેને ભાવ નથી. પણ તેને મિશ્ર ભાવ છે.
અહીંથી ખસીને ચડે તે ચોથા ગુણસ્થાને જાય છે. અને પડે તે પહેલા ગુણસ્થાને જાય છે.
મિશ્ર ગુણસ્થાનમાં રહેલે જીવ પરભવમાં ઉપજવા યોગ્ય આયુષ્યને બંધ કરતો નથી. તેમજ મિશ્ર ગુણસ્થાનમાં રહીને મરણે પણું પામનો નથી. પરંતુ કાંતે સમ્યગદૃષ્ટિવાળો થઈને ચેથા ગુણસ્થાન ઉપર ચડીને મરણ પામે છે અથવા કુદષ્ટિ થઈને પહેલા ગુણસ્થનમાં
આવીને મરણ પામે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com