________________
ગુણસ્થાનનું સંક્ષિપ્ત સ્વરૂપ
વ્યાખ્યાતા શ્રીમદ્ રાજચંદ્ર
જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી, આગળ જવા વિચાર કરતા નથી. પહેલાંથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરે તેને વિચાર પણ કરતું નથી.
પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શક્તા નથી. જોગાનુજોગ મળવાથી અકામ નિર્જરા કરતે જીવ આગળ વધે છે અને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબળપણું છે કે તે ગ્રંથિભેદ કરવામાં મેળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછા વળે છે. હિંમત કરી આગળ વધવા ધારે છે પણ મેહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે. અને ઊલટું તે સમજવારૂપ મેહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે.
તેમાંથી કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામ નિજેરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પિચી કરી આગળ વધી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com