________________
ચોદ ગુણસ્થાન
-- -
-- ----- ----- ---------
શું બગડે છે? વૃક્ષની પૂજા કરે. તેનું કઈને કાંઈ ફળ તે મળશે જ. આમ પદથી વિપરીત ભક્તિ કરવી તે વિનય મિથ્યાત છે.
- ભક્તિનું લક્ષણ અજ્ઞાનીના લક્ષમાં નથી હોતું. ગુણમાં અનુરાગ કરે એ જ સાચી ભકિત છે. અજ્ઞાનીઓ ગુણોને જોતા નથી પણ પિતાની કલ્પનાથી કોઈ ખાસ પ્રકારના વેષથી આકર્ષાય છે અને પછી આશાયુક્ત થઈને ભક્તિ કરે છે.
- જ્ઞાની, ગુણી, ગુરુ કે સહધર્મીના જે પ્રમાણે વિનય ભકિત કરવા જોઈએ તે પ્રમાણે નહિ કરતાં વધારે પડતી કે ઓછી રીતે વિનય ભક્તિ કરે તે વિનય મિથ્યાત્વ છે.
સંશય મિથ્યાત્વ-ભકિતથી મોક્ષ છે કે નહિ, પુણ્યથી સંવર નિર્જરા થાય કે નહિ, શુદ્ધ આચાર લેવાથી પુણ્ય થાય કે નહિ, એવી એવી શંકાઓ કરે, તરવને નિર્ણય ન કરે પણ બધી બાબતોમાં શંકાશીલ ડામાડોળ વૃત્તિ રાખે તેનું નામ સંશય મિથ્યાત્વ છે.
ઉપર પ્રમાણે પાંચ પ્રકારના મિથ્યાત્વનું વિવરણ બહુ ટુંકામાં કરેલ છે. વિશેષ વિગત માટે અમારૂં “સમ્યમ્ દશ” પુસ્તક જોઈ લેવું.
કેટલીક મિથ્યાત્વરૂપ માન્યતાઓ ૧. પુણ્યભાવમાં ધમ માન-પુણ્યભાવથી કમબંધ પડે છે, જેણે બંધને સારો ગણ્યો તે બંધથી છૂટવાનો, બંધને કાપવાને પ્રયન, પુરુષાર્થ કરી શકે નહિ. એટલે પુણ્યથી પણ સંસારભ્રમણ છે જ. તેથી તે મોક્ષમાર્ગ ધર્મ નથી.
પાપથી છૂટવા માટે પુણ્યની પણ જરૂર છે જ. પરંતુ પુણ્યને મેક્ષ માર્ગ ગણીને તેને વળગી રહે તો તેને મોક્ષ કદી થઈ શકે નહિ. એટલે મેક્ષાથી જે પુણ્યને ધર્મ માની પુણ્યને જ વળગી રહે તે તે મિથ્યાત ગણાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com