________________
બીજુ સાસ્વાદન ગુણસ્થાન
૧૦૫ જેમ જેણે ક્ષીરનું ભજન કરેલું છે, એવો મનુષ્ય તેનું વમન કરતાં તેના દૂષિત રસાસ્વાદનો અનુભવ કરે તેમ સારવાદન સમ્યગુદૃષ્ટિ અનંતાનુબંધી કષાયના ઉદયથી મિથ્યાવાભિમુખ હોવાથી જ્યાં સુધી મિથાત્વને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દૂષિત સમ્યફવને અનુભવ કરે છે. તેના જ્ઞાનાદિ ગુણના સ્વરૂપ વિશેષને સાસ્વાદન સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાન કહે છે.
સાત માળની હવેલી રૂ૫ ઔપશમિક સમ્યકત્વમાં બેઠેલે માણસ ત્યાંથી પડીને મિથ્યાત્વરૂપી ભોંયતળીએ આવે એટલે કાળ આ સમકિતને છે.
જેમ કેઈ પર્વતના શિખર પરથી નીચે પડે તે જ્યાં સુધી જમીન ઉપર ન પડે પણ વચ્ચેની સ્થિતિમાં હોય તેવી રીતે સમ્યવથી પડીને મિથ્યાત્વમાં ન આવે એવા વચ્ચમાંના પરિણામ આ ગુણસ્થાનમાં છે.
સાસ્વાદન ગુણસ્થાનને સાસાદન ગુણસ્થાન પણ કહેવામાં આવે છે.
ઉપશમ સમ્યકત્વને આય એટલે લાભને નાશ કરે તે આયસાદન કહેવાય. અહીં વિરાયઃ એ સૂત્ર વડે ય ને લેપ થવાથી આસાદન શબ્દ બને છે. અનુતનુબંધી કષાયને ઉદય ઉપશમ સમક્તિને નાશ કરતે હોવાથી તે અનંતાનુબંધી કષાયના ઉદયને જ આસાદન કહેવામાં આવે છે. આસાદન સહિત જે વર્તે અથવા હોય તે સાસાદન કહેવાય. ' ઉપશમ સમકિતથી પડનારને જ આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તેમ જ ઉપશમ શ્રેણીથી પડતાં કેટલાક આ ગુણસ્થાને આવે છે. ક્ષાયિક સમક્તિમાંથી તે પડવાપણું હતું જ નથી. ક્ષાપશમિક સમ્યકત્વમાંથી પડતે આત્મા સીધા મિશ્ર અથવા મિથ્યાત્વ ગુણસ્થાને જ જાય છે. એટલે ઉપશમથી પડે તે જ આ ગુણસ્થાને
આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com