________________
૧૧૨
ચી ગુણસ્થાન
જેણે કર્મની દીર્ધ સ્થિતિ વધારી દીધી તે ચારોથી ડરીને નાસી ગયેલા પહેલા મુસાફર જે.
(૨) રાગદ્વેષને આધીન થઇને ગ્રંથિસ્થાનમાં જ રહી જનાર પણ કર્મની દીર્ઘસ્થિતિ નહિ વધારનાર તે ચારોથી પકડાયેલા બીજા મુસાફર જે.
(૩) અપૂર્વ પુરુષાર્થ ફેરવીને સમ્યગદર્શન પાપ્ત કરનાર તે ચોરને હરાવી ઈષ્ટનગરે પહોંચનાર ત્રીજા મુસાફર જે.
કર્મની દીસ્થિતિ તે દી માર્ગ, લાંબો રસ્તો. ગ્રંથિ તે ચેરાવાળું ભયસ્થાન. બે ચોર તે રાગ અને દ્વેષ.
રણપને હરાવી સમ્યગદર્શન પ્રાપ્ત કરી ઈષ્ટ નગર-સમ્યક્ત નગરે પહોંચી જવું તે મુમુક્ષુ પુરુષાર્થીનું કર્તવય છે.
દષ્ટાંત સાથે કરણની યોજના–ત્રણ મુસાફરનું સ્વાભાવિક ગમનથી ચેરના ભયસ્થાન સુધી (ગ્રાથિદેશ સુધી) આવી પહોંચવું તે પ્રવૃત્તિકરણ. ચેરના તાબામાં ન આવવું તે અપૂર્વકરણ અને ઈષ્ટ સમ્યકત્વ નગરે પહેચી જવું તે અનિવૃત્તિકરણ.
કાર્મિક અને સૈદ્ધાંતિક
મતભેદ
કર્મગ્રંથકારો અને સિદ્ધાંતકારો વચ્ચે સમ્યકત્વ પર મતભેદ છે. તે નીચે પ્રમાણે છે.
(૧) અનાદિ મિથ્યાદષ્ટિ પ્રાણ પ્રથમ ઔપશમિક સમ્યકત્વને જ પ્રાપ્ત કરે છે. અનાદિ કાળથી સંસારમાં ભ્રમણ કરતાં કરતાં જીવ પહેલી વાર જે સમ્યકત્વ પ્રાપ્ત કરે તે તો ઔપશમિક સમ્યકત્વ જ
હોઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com