________________
બીજુ સાસ્વાદન ગુણસ્થાન
૧૧૩
(૨) તેમજ વળી આ ઔપથમિક સમ્યકત્વને પ્રાપ્ત કરી અંતમુહૂર્ત કાળ પૂર્ણ થયા બાદ ક્ષાપશમિક સમ્યગૃષ્ટિ, મિશ્ર દષ્ટિ તથા મિથ્યાદષ્ટિ એ ત્રણ સ્થિતિઓ પૈકી યથાસંભવ કોઈપણ સ્થિતિ પ્રાપ્ત કરે છે જ. કારણ કે ઔપશમિક સમફતના સમય રમ્યાન તે ઉપર યુકત ત્રણ વિભાગે જરૂર કરે છે જ. - આ બે વાત તથા ઔપથમિક સમ્યફવની પ્રાપ્તિના પ્રકારની હકીકતના સંબંધમાં મતભેદ છે. કારણ કે ઉપર પ્રમાણેની હકીકત તો કર્મગ્રંથકારેને જ માન્ય છે. ત્યારે સિદ્ધાંતકારે એ બાબતમાં જૂદા અભિપ્રાય ધરાવે છે.
સિદ્ધાંતકારોનું માનવું એમ છે કે અનાદિ મિથ્યાદષ્ટિ પ્રાણી પ્રથમ ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે એ નિયમ નથી. કેઈ અનાદિ મિયાદષ્ટિ જીવ ઔપરામિક સફવને તે કોઈ ક્ષાપશમિક સભ્યશ્વને પણ પ્રાપ્ત કરી શકે છે.
વિશેષમાં એ પણ અહીં ધ્યાનમાં રાખવાનું કે જે પ્રાણી સિદ્ધાંતકારોના મતમુજબ પહેલાં પથમિક સમ્યફવ સંપાદન કરે છે તેને પ્રકાર, કર્મગ્રંથકારોએ બતાવેલ પ્રકારને મોટે ભાગે એટલે યથાપ્રવૃત્તિકરણ આદિ ત્રણ કરણની પ્રાપ્તિપુર્વક અંતરકરણના પ્રથમ સમયમાં ઔપશમિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યાં સુધી મળતા આવે છે. પરંતુ વિશેષતા એ છે કે આ ઔપથમિક સમ્યકત્વના અનુભવ સમયમાં (કે તે પહેલાં પણ) તે જીવ મિથાવ મોહનીયના શુદ્ધ, અર્ધશુધ્ધ અને અશુદ્ધ એમ ત્રણ વિભાગે, પુજે કરતો નથી. આથી કરીને નિર્મળ ઓપશમિક ભાવને અંતર્મુહૂર્ત કાળ પર્યત અનુભવીને તે પ્રાણી પાછો મિથ્યાદષ્ટિ અવસ્થાને જ પ્રાપ્ત કરે છે. એટલે કે તેને ક્ષાપશમિક સમ્યકત્વ કે મિશ્રષ્ટિ એ બેમાંથી એક પણ સ્થિતિ પ્રાપ્ત થતી નથી. આ સંબંધમાં સિપાતકાર ઈલિકાનું, ઈવળનું દષ્ટાંત રજુ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com