________________
૧૧૦
ચૌદ ગુણસ્થાન
કાળ બાકી હોય છે ત્યારે અનંતાનુબંધી કષાયને ઉદય થાય છે. અને તેના ઉદયથી તે સમ્યગદર્શનને વમીને, ઉપશમ સમ્યકત્વથી પડીને સાસ્વાદન ગુણસ્થાનકે જાય છે. અંતકરણને એટલે કાળ બાકી હેય અને સાસ્વાદન ગુણસ્થાને આવે એટલે કાળ ત્યાં રહી ત્યાર પછી મિથ્યાત્વ મેહનીયને ઉદય થવાથી અવશ્ય મિથ્યાત્વ ગુણરથાનકે જાય છે.
ગ્રંથિભેદ તથા ત્રણકરણના વિશેષ વિવેચન માટે અમારૂં સમ્યગદર્શન પુસ્તક વાંચવું.
ઉપશમ સમ્યકત્વના બે ભેદ છે–પ્રથમ પશમ સમ્યકત્વ અને (૨) દ્વિતીય પશમ સમ્યકત્વ.
૧. પ્રથમપશમ સમ્યકત્વ તે ઉપર વર્ણવેલ ત્રણકરણના અને પ્રાપ્ત કરેલ ઉપશમ સમ્યકત્વ. આમાં અનંતાનુબંધી ચારે કપાયો (ક્રોધ, માન, માયા, લેભ) તથા મિથ્યાત્વ મોહનીય એ પાંચને ઉપશમ હોય છે.
૨, દ્વિતીયોપશમ સમ્યફ-ઉપશમ શ્રેણવાળાનું ઉપશમ સમ્યકત્વ તે દ્વિતીયેશમ સમ્યકત્વ છે. આમાં દર્શનમોહનીય ત્રણ તથા અનંતાનુબંધી ચતુષ્ક, ચારકષાય મળી સાત પ્રકૃતિની ઉપમા હેય છે.
આમાંના પહેલા ઉપશમ સમ્યકત્વથી પડતાં સાસ્વાદન ગુણ સ્થાને આવે છે. અને બીજ ઉપશમ સમ્યકત્વથી પડતાં છઠે ગુણસ્થાને આવે છે. અને ત્યાંથી પણ પડે તે પહેલા ગુણસ્થાન સુધી પણ આવે છે.
ત્રણુકરણ માટેનું દૃષ્ટાંત ઉપર યથાપ્રવૃત્તિકરણ. અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ કરી સમ્યકત્વ પ્રાપ્ત કરવાની વાત કરી તે વાત શાસ્ત્રકારોએ એક દષ્ટાંતથી સમજાવી છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com