________________
૧૦૮
ચૌદ ગુણસ્થાન તે સમયે મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. અંતરકરણની નીચેની અંતર્મુર્ત પ્રમાણ પહેલી સ્થિતિ અને અંતકરણની ઉપરની મોટી બીજી સ્થિતિ, તે અંતરકરણમાં રહેતા મિથ્યાત્વના પુળોને પહેલી સ્થિતિમાં અને બીજી સ્થિતિમાં નાખે છે. પહેલી સ્થિતિના મિથ્યાત્વના પુગળોને વેદે છે તેથી તે વેદન કરતો હેય ત્યાંસુધી તે મિથ્યાદષ્ટિ જ કહેવાય છે. તેને અંતર્મુહૂર્તમાં વેદીને પહેલી સ્થિતિનો ક્ષય કરે છે.
ત્યાર પછી અંતરકરણના પ્રથમ સમયમાં મિથ્યાત્વ મોહનીય કર્મને અલ્પાંશે પણ ઉદય નહિ હોવાને લીધે તેમજ અતિ દીધું તાદશ કર્મને આત્માના અનિવૃત્તિકરણરૂપ શુભ પરિણમને લઈને દબાવી રાખેલાં હોવાને લીધે એટલે કે રાગ દ્વેષની ઉપશમ અવસ્થાને લીધે ઔપથમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે.
જેમ વનમાં દાવાનળ લાગ્યો હોય અને તે દાવાનળ પ્રસરતાં પ્રસરતાં જ્યારે ઉપર ભૂમિમાં આવે ત્યારે આપોઆપ તે ઓલવાઈ જાય છે. તેમ પ્રસ્તુતમાં પણ મિથ્યાત્વ-વેદનરૂપ દાવાનળ અંતરકરણરૂપ ઉખર ભૂમિને પ્રાપ્ત થતાં ઓલવાઈ જાય છે. એટલે ઉપશમ સમ્યત્વની પ્રાપ્તિ થાય છે.
આ સમ્યકત્વનો પ્રાદુર્ભાવ થતાં આત્માને જે આહલાદ થાય છે તે ખરેખર અવર્ણનીય છે.
ગ્રીષ્મ ઋતુમાં ખરે બપોરે સૂર્યના પ્રખર તાપથી પીડિત થયેલા નિર્જળ વનમાં ભટકતા વેટમાર્ગને વૃક્ષની છાયારૂપ શીતળ સ્થાન નજરે પડે તો તેને કેટલે આનંદ થાય ? તો પછી આ વટેમાર્ગુને આવા શીતળ સ્થાનમાં આરામ લેવાનું મળે એટલું જ નંહિ પણ તે ઉપરાંત ત્યાં આવીને કાઈક તેને શીતળ જળનું ધ્યાન કરાવે તેમજ તેના આખા શરીરે ચંદન આદિકને લેપ કરે ત્યારે તેને કેટલે બધે આનંદ થાય ?
તેવી જ રીતે અનાદિ કાલિક સંસારરૂપ ઉગ્ર ગ્રીષ્મઋતુમાં જન્મમરણ આદિક રૂપ નિર્જન વનમાં કષાયરૂ૫ તાપથી દગ્ધ થયેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com