________________
૧૦૬
ચૌદ ગુણસ્થાન
સાસ્વાદન સિવાયના ઉપશાંત મોહ સુધીના દશ ગુણસ્થાનકે આરોહણ અને અવરોહણ બંને સ્વભાવવાળાં છે. ક્ષીણમેહ, સયોગી કેવળી, અગી કેવળી એ ફક્ત આરોહણ સ્વભાવવાળા છે. ત્યાં અવરોહણનો સંભવ જ નથી. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકેથી આત્મા બીજે ગુણસ્થાનકે આવી શકતો નથી. પણ ચેથા ગુણસ્થાનકેથી પડીને બીજા ગુણસ્થાનકે આવે છે.
મિથ્યાત્વ ગુણસ્થાનની અપેક્ષાએ સાસ્વાદન ભાવને ઊંચે ગણી તેને ગુણસ્થાનક કહેવામાં આવ્યું છે. કારણકે આ ગુણસ્થાન ભવિને જ હેય છે. અભિવિને આ ગુણસ્થાન નથી. કારણ અવિને પહેલા ગુણસ્થાનથી ઉપર ચડવાનું જ નથી.
ભવિ પહેલા ગુણસ્થાનકેથી બહાર નીકળી ઉપશમ સમક્તિને પ્રાપ્ત કરે છે. પણ કષાયના કારણે જે તેમાંથી પડે તે સાસ્વાદન ગુણસ્થાનકે આવી જાય છે. તેને અલ્પકાળ સ્વાદ સેવી પછી મિથ્યાત્વ ગુણસ્થાને આવી પહોંચે છે. મિથ્યાત્વને કાળ પૂર્ણ કરી ફરી પાછો તે શુભ અધ્યવસાયથી સમક્તિને પ્રાપ્ત કરે છે.
ઉપશમ સમકિત પામેલે આત્મા તે કાળ પૂરે થવાના સમયમાં જેવા પ્રકારની નિર્મળતા હોય તેવા ગુણને પ્રાન કરે છે, એટલે કે ઉપશમ સમતિ પૂર્ણ થવાના સમયે જે વિશુદ્ધ હોય તે ક્ષયોપશમ સમકિત પામે, મધ્યમ અધ્યવસાય હોય તે મિશ્ર ગુણસ્થાનકે જાય અને સંકિલષ્ટ પરિણામ હોય તો સાસ્વાદને પામી મિથ્યાત્વે જાય.
ઉપશમ સમિતિની વિરાધનાથી જીવ ચેથા ગુણસ્થાનકેથી પડીને અહીં આવે છે, ઉપશમ સમ્યકત્વ તથા સંયમસંયમની એક સાથે વિરાધના કરવાથી જીવ પાંચમે ગુણસ્થાનકેથી પડીને અહીં આવે છે અને ઉપશમ સમ્યકત્વ તથા મહાવ્રતની એક સાથે વિરાધના કરવાથી છઠે ગુણસ્થાનેથી પડીને અહીં બીજા સાસ્વાદન ગુણ સ્થાને
આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com