________________
બીજાં સાસ્વાદન ગુણસ્થાન
સાસ્વાદન = સ + આસ્વાદ + અન. માવાન વર્તતે રૂતિ સાસ્વાદન. સમ્યકત્વના આસ્વાદ સાથે જે હોય તે સાસ્વાદન. સભ્યત્વના સ્વાદવાળું તે સાસ્વાદન કહેવાય.
કેઈ ઉપલા ગુણસ્થાનમાં પતન થતાં છેક નીચે આવતાં આ ગુણસ્થાનની ક્ષણિક પ્રાપ્તિ થાય છે. આ વખતે ચિત્તની શાંત વૃત્તિને ક્ષણિક આસ્વાદ રહે છે.
આ સ્થાનકે જે પહેલા ગુણસ્થાનથી આવતા નથી. પણ ઉપરથી જેનું પતન થયું હોય તેઓ પડતાં પડતાં ક્ષણવાર આ સ્થાને રોકાઈ જાય છે. ઉપશમ સમકિત પ્રાપ્ત થયા પછી કષાયના કારણે તેમાંથી પતન થાય છે એટલે કે તે સમકિત વમી નાખે ત્યારે જે સ્વાદ સમક્તિને રહી ગયો હોય તે સાસ્વાદન કહેવાય.
અનંતાનુબંધી કષાયના ઉદયથી ઔપશમિક સમ્યગદર્શનથી પડતાં તેના રસનો આસ્વાદ લેતો જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છે આવલિકા સુધી સાસ્વાદન સમ્યગદષ્ટિ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com