________________
૧૦૨
ચૌદ ગુણસ્થાન
મિથ્યાવ ગુણસ્થાનમાં સંજ્ઞા ચાર હોય છે, ગતિ ચાર હોય છે અને એકૅન્દ્રિયથી પચેંદ્રિય સુધીની પાંચ જાતિ હેય છે.
મિથ્યાત્વ ગુણરથાનમાં છયે કાય હોય છે. મિથ્યાત્વમાં મરણ કરીને છ યે કાયમાં જીવ ઉત્પન્ન થઈ શકે છે.
આ ગુણસ્થાનમાં ત્રણ વેદ હેય છે તે ભાવવંદની અપેક્ષાથી કથન છે. એક જીવને એક જન્મમાં એક જ વેદ હોય છે.
આ ગુણસ્થાનમાં ૧૬ કષાય તથા ૮ કષાય મળી ૨૫ કષાય હોય છે અને જ્ઞાન ૩ હેાય છે–કુમતિ, કુશ્રુત અને કુઅવધિ (વિભંગ). પરંતુ એક જીવને એક વખતે એક જ જ્ઞાનોપયોગ હોય છે.
મિથ્યાત્વ ગુણસ્થાનમાં અસંયમ જ હેય છે.
મિથ્યાત્વ ગુણરથાનમાં છ લેશ્યા થઈ જાય છે. મિથ્યાત્વમાં પણ અને અનંતાનુબંધી કષાયમાં પણ કોઈ વખતે શુકલ લેસ્યા સુધીના પરિણામ થઈ જાય છે. એક જીવને એક સમયમાં એક જ લેશ્યા હોય છે. એકેંદ્રિયથી અસંતી પંચેન્દ્રિય સુધીનાને ત્રણ અશુભ લેશ્યા જ હોય છે.
મિથ્યાત્વ ગુણસ્થાનમાં આઠ પ્રકારના ધ્યાન હોય છે – આર્તધ્યાનના ચાર પ્રકાર અને રૌદ્રધ્યાનના ચાર પ્રકાર મળી આઠ ધ્યાન હેય છે. એક સમયે એક જ ધ્યાન હેય છે. પરંતુ મેગ્યતા આ આઠેય પ્રકારની છે. આ બંને ધ્યાન ક્ષાપશમિક ભાવમાં થાય છે. કારણકે તે જ્ઞાનની ઉપયોગરૂપ અવસ્થામાં જ થાય છે. તેને ઉરણાભાવ કહે છે. માટે આરૌદ્રધ્યાનને ફાયશમિક ભાવ કહેલ છે.
મિથ્યાત્વ ગુણસ્થાનમાં આસ્રવ ૫૫ હેય છે—પાંચ મિથ્યાત્વ, બાર અવિરતિ, પચીશ કષાય અને તેર યોગ મળી કુલ ૫૫ આસ્રવ થાય છે. એક જીવને કમમાં કમ ૧૦ અને વધારેમાં વધારે ૧૮ આસ્રવ
હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com