________________
ચૌદ ગુણસ્થાન બીજી જાણવા જેવી હકીકતે આ પહેલા ગુણસ્થાનમ અનુતાનુબંધી ક્રોધ, માન, માયા અને લભ ચારેય કષાય ડેય છે. પરંતુ તેમાં પણ ક્રોધની પ્રબળતા વિશેષ હોય છે. અનંતાનુબંધી ક્રોધને પહાડની ફાટની ઉપમા આપેલી છે. પહાડમાં પડેલી ફાટ તુરત સાધી શકાતી નથી. તેમ અનંતાનુબંધી ક્રોધ તુરત શાંત થતો નથી. તેની રિથતિ ઘણી મોટી છે. અને તે અનંત સંસાર વધારનાર છે.
અનંતાનુબંધી ચોકડીને ક્ષો પશમ થતાં કે ઉપશમ થતાં આત્મા ચોથા ગુણસ્થાનકે આવી પહોંચે છે. ત્યાંથી એ કષાયોને પાતળા પાડતો પાડતો દશમાં ગુણસ્થાનક સુધી પહોંચે છે ત્યારે દર્શનની વિશુદ્ધિ કરે છે.
આ ગુણસ્થાનમાં મેક્ષથી વિમુખ વિપરીત દષ્ટિ હોય છે. આ દષ્ટિને માયાદષ્ટિ પણ કહે છે. માયાવંત છે પાપને દબાવી રાખે છે અને અંદરથી છળ કપટ અને દગાપંચ કરે છે. માયાવાળીદષ્ટિ તે મિથ્યાદષ્ટિ છે.
આ ગુરુસ્થાનક આત્માને વિકાસ શરૂ થાય તે પહેલાની દશા છે. તેમાં જીવન અનિશ્ચિત પ્રકારનું છે. આ ગુણસ્થાનકમાં રહેલા મનુષ્યને સત્ય પ્રત્યે અત્યંત તિરસ્કાર હોય છે. તેનામાં સત્ય વિષે જરા પણ શ્રધ્ધા નથી.
અહીં ઉપરના ગુણરથ નની અપેક્ષાએ અશુદ્ધિ ઘણી વધારે હોવાથી અને શુદ્ધિ અ૫ હેવાથી ગુણો અલ્પ પ્રમાણમાં જ ઉઘાડા થયેલા હોય છે.
આ ગુણસ્થાનમાં રહેલા અવિનું મિથ્યાત્વ અનાદિ અનંત છે. ભવિની અપેક્ષાએ મિથ્યાત્વની આદિ નથી પણ અંત છે. અને
પડવાઈ સમ્યગદષ્ટિની અપેક્ષાએ મિથ્યાત્વની આદિ તથા અંત બંને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com