________________
પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન અથવા તેના અમુક અંશની વિપરીત શ્રદ્ધા હોય તે આત્મા મિથાદષ્ટિ કહેવાય છે. - મિથ્યાદષ્ટિના જ્ઞાનાદિ ગુણે મિયામોહથી દૂષિત થયેલા હોય છે તે પણ તે સર્વથા દૂષિત હોતા નથી. અમુક અંશે તેમની દષ્ટિ યથાર્થ હેય છે. તેથી તે મનુષ્ય, પશુ, પક્ષી, વગેરેને મનુષ્ય, પશુ, પક્ષી ઈત્યાદિ તરીકે જ માને છે.
મિથ્યાદષ્ટિ આધ્યાત્મિક હિતાહિતને વિવેક કરી શકતો નથી. માટે તે મિથ્યાષ્ટિ કહેવાય છે. પણ અમુક અંશે તે તેની દષ્ટિ યથાર્થ પણ હોય છે. તેટલી જ્ઞાનાદિ ગુણની અપેક્ષાએ મિથ્યાષ્ટિને ગુણરથાન કહેલું છે.
જેમ અતિગાઢ વાદળાંઓથી સૂર્યની પ્રભા દબાયેલી અથવા ઢંકાયેલી હોવા છતાં પણ તે પ્રભાને સંપૂર્ણ પણે નાશ થતો નથી. પરંતુ કંઈક અંશ ઉઘાડો રહે છે. તેથી ઘનઘોર વાદળાં હોવા છતાં અત્યારે દિવસ છે” એમ સમજી શકાય છે.
તેવી રીતે પ્રબળ મિથ્યાત્વ મેહના ઉદયથી સમ્યકત્વરૂપ આત્માનું સ્વરૂપ દબાયેલું હોવા છતાં પણ તેને અંશ ઉઘાડે રહે છે, સર્વ જીનો અક્ષરને અનંતમો ભાગ હમેશાં ઉઘાડે હેય છે, કે જે વડે મનુષ્ય અને પશુ આદિ અતાત્વિક વિષયની યથાર્થ પ્રતીતિ દરેક આત્માને થાય છે. માત્ર તાત્વિક વિષયની યથાર્થ શ્રદ્ધા હતી નથી. તે અંશ-ગુણની અપેક્ષાએ મિદષ્ટિને પણ ગુણસ્થાનકને સંભવ છે.
વળી આ પહેલા ગુરુસ્થાનમાં સમ્યગદર્શનની ભૂમિકાએ પહોંચવાના માર્ગરૂપ સદ્ગુણો પ્રગટે છે. એટલે કે અહીં સમ્યગદર્શન તરફ લઈ જનારા સગુણોનું પ્રગટીકરણ થવાની આ પ્રથમ ભૂમિકા છે તેથી તે અવસ્થાનું મિથ્થવ તીવ્ર હેતું નથી. છતાં મંદ મિથ્યાત્વ પણ વર્તતું હોવાના કારણે એને મિથ્યાત્વ ગુરુસ્થાન કહેવામાં આવે છે.
9.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com