________________
પહેહ મિથ્યાત્વ ગુણસ્થાન
શ, અરિહંતની ભકિતમાં બંધ જ્યાં સુધી જીવ અરિહંતની ભક્તિ પણ રાગસહિત કરે ત્યાં સુધી તેને બંધ પડે છે જ. માટે અરિહંતના ગુણમાં અનુરાગ રાખીને તે ગુણ મારામાં પણ પ્રાપ્ત થાઓ એવી કામનાથી ભકિત કરવી જોઈએ.
આત્માને સ્વભાવ જ્ઞાતાદષ્ટા છે. રાગ એ આત્માને સ્વભાવ નથી. રાગથી આત્માના ગુણને સ્વભાવને ઘાત થાય છે. તેથી રાગ હોય ત્યાં સુધી મેક્ષમાર્ગમાં પ્રગતિ થઈ શકતી નથી. ભગવાન મહાવીર ઉપરના રામને લીધે ગણધરભગવાન શ્રી ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થઈ શકયું નહોતું. એટલે મેક્ષાર્થીએ સંપૂર્ણ વીતરાગી બનવું જોઈએ.
ભક્તિ પણ આત્મ વિકાસનું સાધન બને છે. પણ તે સાતમા ગુણ સ્થાન સુધી. તે પણ વીતરાગભાવ સાથેની ભક્તિ જ કાર્ય સાધક થઈ શકે છે. સમ્યગ્દષ્ટિ મેક્ષાથને ભકિત કરતી વખતે પણ એવી ભાવના હોય છે કે આ ભક્તિ રૂ૫ રાગને આશ્રય છોડીને મારા સ્વભાવમાં હું કયારે સ્થિર થાઉં.
૩. કર્મોદયથી થતી અવસ્થા પિતાની માનવી-કર્મોદય વખતે જે જે અવસ્થા થાય છે તે આત્માની પિતાની માનવી તે મિથ્યાત્વ ભાવ છે. એ અવસ્થાને આત્માની પિતાની માનવામાં આવે તે તે અવસ્થાને અભાવે થતાં આત્માને પણ નાશ માને પડે. કર્મોદયમાં જે અવસ્થા થાય છે તેને આત્મા તે જ્ઞાતા દષ્ટા રહે છે પણ કર્તા કે સ્વામી નહિ.
આત્મા ત્રિકાળી દ્રવ્ય છે, અવિનાશી છે. નિકાળમાં પણ આમાનો નાશ થતો નથી. એ જે આત્માને ત્રિકાળી સ્વભાવ છે એ જ હું છું એવી શ્રદ્ધાનું નામ સમન્ દર્શન છે. પિતાના ત્રિકાળી સ્વભાવના સ્વામી નહિ બનતાં કર્મોદય જન્ય અવસ્થાના સ્વામી બનવું તે મિથ્યાત્વભાવ છે.
૪. ભગવાન માર કલ્યાણ કરે–ભગવાન દેવ વીતરાગ છે તે કલ્યાણ કે અકલ્યાણ કંઈજ કરતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com