________________
ચૌદ ગુણસ્થાન
આત્મામાં જે પુણ્યભાવ ઊઠે છે તેનું નામ વ્યવહારધર્મ છે. વ્યવહારધર્મથી સ્વર્ગની પ્રાપ્ત થઈ શકે છે. પણ મોક્ષ પ્રાપ્તિમાં તો તે અંતરાયરૂપ છે. એવા પુરૂ૫ વ્યવહાર ધર્મને નિશ્ચયધર્મ માનવ એ મિથ્યાત્વ છે.
મિથ્યાત્વના પ્રકારો મિથ્યાત્વના પ્રકારે જુદી જુદી ઘણી રીતે કહેવામાં આવે છે. અહીં મુખ્ય પ્રકારે ટુંકામાં દર્શાવ્યા છે.
મિથ્યાત્વને પાંચ પ્રકાર–છવના સ્વભાવ અથવા પરિણામ પ્રમાણે મિથ્યાત્વના પાંચ પ્રકાર આ પ્રમાણે છે–(૧) આભિગ્રાહિક મિથ્યાત્વ, (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ, (૩) આભિનિવેષિક મિથ્યાત્વ, (૪) સાંશયિક મિથ્યાત્વ અને (૫) અનાગિક મિથ્યાત્વ.
આ પાંચ પ્રકારની વિગત તથા પચીશ પ્રકારના મધ્યાત્વની તથા લૌકિક લોકોત્તર મિથ્યાત્વની વિગત અમારા “સમ્યગદર્શન પુસ્તકમાં વિસ્તારથી આપેલી છે ત્યાંથી જેઈ લેવી.
મિથ્યાત્વના દશ પ્રકાર–શ્રી સ્થાનાંગ સૂત્રમાં મિથ્યાત્વના દશ પ્રકારે આપેલા છે તેની વિગત અમારા “જૈન ધર્મ અને એક્તા પુસ્તકમાં વિસ્તારથી આપેલી છે તે ત્યાંથી જોઈ લેવી.
મિથ્યાત્વ ભાવનું સેવન મુખ્યત્વે પાંચ કારણુથી થાય છે. તેથી તેને અનુસરીને મિથ્યાત્વના પાંચ પ્રકાર આ પ્રમાણે ગણાય છે-(૧) એકાંત મિથ્યાત્વ, (૨) અજ્ઞાન મિથ્યાત્વ, (૩) વિપરીત મિથ્યાત્વ, (૪) વિનય મિથ્યાત્વ અને (૫) સંશય મિથ્યાત્વ.
એકાંત મિથ્યાત્વ–પદાર્થ અનંત ધર્માત્મક છે. એટલે પદાર્થ અનંત ગુણ અને પર્યાયવાળા છે. ગુણ અને પર્યાય એ પદાર્થના ધર્મ છે.
જીવ દ્રવ્યને ધર્મ છવમાં જ હોય છે પણ જીવ દ્રવ્યને ધર્મ પુગળ દ્રવ્યમાં કદી હેતો નથી. તેવી જ રીતે પુદગળ દ્રવ્યને ધર્મ પુગળમાં જ હોય છે પણ તે જીવ દ્રવ્યમાં હોતો નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com