________________
પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન
છે તે આત્માનું નામ દેવ છે, જેને આમાના પર્યાયનું જ્ઞાન નથી તે મિદષ્ટિ છે.
ગુણને અનુરાગ કરવાનું જ્ઞાન થવાથી કુદેવની માન્યતા આપે આપ ઘટી જાય છે.
રાગી દેવમાં કઈને કઈ વાસના રાખીને જીવ તેની પૂજા કરે છે. એ વાસનાનું નામ અજ્ઞાન ભાવ છે. ભગવાનની ભક્તિ છેડીને પદ્માવતીદેવી કે ક્ષેત્રપાલ દેવની ભક્તિ કરવામાં પણ એજ વાસના રહેલી છે અને એજ મિથ્યાત્વ ભાવ છે.
કુગુરૂને માનવામાં મિત્ર શા માટે?—પરિગ્રહ ધારી, પચે ઈદ્રિયના દાસ એવા લંપટને ગુરુ માનવા તે અશાન છે. તો પછી એવા ગુરમાં અને સામાન્ય માણસમાં ફરક છે રવો ? અને ગુણની ભક્તિ કયાં રહી?
આત્માના નિર્મળ પર્યાયનું નામ ગુરુ છે. ભક્તિ કરતી વખતે એવો ભાવ રખાય છે કે જેવા ગુરુ નિર્મળ ગુણવાળા છે તેવા નિર્મળ ગુણે મને પ્રાપ્ત થાઓ. એવી ભાવનાનું નામ ગુરુભક્તિ છે. માટે જે છવમાં ગુરુ થવાને યોગ્ય નિર્મળ ગુણ ન હોય તેવા જીવને ગુરુ માનવા તે મિથ્યાત્વ ભાવ છે.
ઉધમ માનવામાં મિથ્યાત્વ શા માટે?—હિંસાના ભાવેથી પાપ જ થાય છે અને પાપમાં ધર્મ માને તે મિયાત છે.
દેવ રવીને પશુ બલિ દેવા અને તેમાં ધર્મ માનવે તે આતન ભાવ છે. કારણ કે કોની રક્ષા કરવી એ જ વ્યવહાર ધર્મ છે.
ધર્મશદને પ્રયોગ બે પ્રકારે કરવામાં આવે છે–(૧) નિશ્ચય અને (૨) વ્યવહાર,
ક્યાય રહિત આત્માની અવસ્થાનું નામ નિશ્વય ધર્મ છે. એ જ ધમસુખનું અને મેક્ષનું કારણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com