________________
પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન
હે સીમંધર પ્રભુ ! મારી અરજ સાંભળો. જે જીવાત્માઓ જાતે આંધળા છે તે અર્થને જોઈ શકતા નથી. તેને બહુ દેષ નથી. પરંતુ વિશેષ દેષ તે મિયાદષ્ટિઓને છે કે જેઓ અથને અનર્થ માની પિતાના ચૈતન્યને દબાવી રહ્યા છે. એ જ દુઃખનું કારણ છે.
આ ગુણસ્થાનમાં રહેલા આત્માએ રાગદ્વેષના ગઢ પરિણામવાળા હોય છે. એટલે તેમની સર્વ પ્રવૃત્તિઓનું લક્ષ્ય સાંસારિક સુખને ઉપભોગ અને તે માટે જરૂરી સાધનને સંગ્રહ હોય છે. આધ્યાત્મિક વિકાસથી તેઓ વિમુખ હોય છે. એટલે તેમને મેક્ષની વાત ગમતી નથી અને તેના સાધને પ્રત્યે તેમને એક પ્રકારને તિરસ્કાર કે અનાદર હેાય છે.
મિથ્યાત્વનું સ્વરૂપ કદેવ, ગુરુ અને કુધર્મને સુદેવ, સુગુરુ અને સુધર્મ તરીકે માનવા તે બિચાવ છે. . . કહેવ-સુદેવ-જેને આદર્શ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સહાયક ન હેય પણ પ્રતિકુળ હેય એવા એટલે રાગ, દ્વેષ, હિંસા આદિ તેથી યુકત હોય તે મુદેવ છે. અને જેમને આદર્શ આધ્યાત્મિક વિકાસમાં સહાય કરે અને જેઓ રાગ, દ્વેષ, હિંસા આદિ દેશોથી રહિત હોય તે સુદેવ.
કુગુરુ-સુગુરૂ–જેના ઉપદે અને વર્તન દ્વારા આધ્યાત્મિક પ્રગતિ સાધી શકાય તે સુગુરુ અને જેના ઉપદેશથી તથા વર્તનથી આધ્યાત્મિક પતન થાય તે કુગુરુ.
સુધર્મધર્મ-જેના આચરણથી આધ્યાત્મિ અભ્યદય થાય તે એટલે અહિંસા, સંયમ તપ વગેરે આમેનતિ સાધક સિદ્ધાંતની પ્રરૂપણ કરે તે સુધર્મ અથવા સદ્ધર્મ છે. અને જેના આચરણથી આધ્યાત્મિક અભ્યદય સાધી ન શકાય એ હિંસામય ધર્મ તે કુધર્મ છે.
શ્રી જિનેશ્વર દેવે નિરૂપણ કરેલા જીવ અછવ આદિ પદાર્થોને વિષે શ્રદ્ધા કે વિપરીત શ્રદ્ધા કરવી, તે પદાર્થો સંબંધી વિપરીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com