________________
ચૌદ ગુણસ્થાન મિથ્યાત્વની કેરી અસર જેમ દારૂ પીધેલો મનુષ્ય સારાસારને વિવેક ભૂલી જઈને અહિત આચરણ કરે છે તેમ મિથ્યાત્વ મેહનીયના ઉદયથી છવ એના આત્માના હિતાહિતને વિવેક ભૂલી જઈને અહિત આચરણમાં પ્રવૃત્તિ કરે છે.
જેમ ધતુરે ખાધેલા મનુષ્યને ધળામાં પીળાની પ્રતીતિ (બ્રાંતિ) થાય છે તેમ મિથ્યાત્વ મેહનીયના ઉદયથી આત્માને જીવના અને અછવના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ થતી નથી. પરંતુ તેને જીવમાં અજવાની અને અજીવમાં જીવની ભ્રાંતિ થાય છે અથવા તેને સત્યમાં અસત્યની અને અસત્યમાં સત્યની ભ્રાંતિ થાય છે એટલે કે દરેક વસ્તુમાં વિપરીત શ્રાંતિ થાય છે.
જન્મથી જ અંધ થયેલ છવ કઈ પણ વસ્તુ સુંદર છે કે અસુંદર છે તે જાણી શકતો નથી. જન્માંધ પુરૂષ કોઈ પદાર્થને સારા કે નરસ દેખી શકે નહિ. તેમ અતિ ગાઢ મિથ્યાત્વવાળા જીવો તત્વ શું અને અતવ શું તે જાણતા જ નથી. તે મિથ્યાદષ્ટિ છવ ધર્મ અધર્મને કે હિતાહિતને જાણું શક્તા નથી.
કેરીપણું માણસને અમુક વખત જ બેભાન રાખે છે જન્માંધપણું માણસને તે ભવ માટે જ અધકારરૂપ રહે છે. પરંતુ મિથ્યાત્વ તે
જીવને અનેક જન્મો સુધી ભ્રાંતિમાં રાખ્યા જ કરે છે. - ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સવારે ગાથાના સ્તવનમાં કહ્યું છે કે
જાતિ અંધને રે દેષ ન કરે,
જે નવિ દેખે રે અર્થ, મિથ્યાદષ્ટિ ર તેહથી આકરે,
- માને અર્થ અનર્થ, શ્રી સીમંધર સાહેબ સાંભળો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com