________________
ચૌદ ગુણસ્થાનની ટુંકી વિગત
૧૨, સીહ અહીંયાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની કુલ ૨૮ પ્રકૃતિએને ક્ષય થઈ જાય છે. તેથી ક્ષીણમોલ ગુણસ્થાન કહેવાય છે.
અંતર્મુહર્ત જેટલા કાળમાં વીતરાગતાની પરાકાષ્ટા સાધી આત્મા જ્ઞાનાવરણીય, દર્શનાવરણય અને અંતરાય કર્મને ક્ષય કરવમ કરી તેરમાં ગુણસ્થાનના પહેલા સમયે ક્ષય કરી સંપૂર્ણ જ્ઞાન જ્યોતિ, કેવળજ્ઞાન, કેવળ દન પ્રાપ્ત કરે છે
ક્ષપક શ્રેણી, ક્ષાયક ભાવ, ક્ષાયક સમ્યકત્વ, ક્ષાયક થયાખ્યાત ચારિત્ર, અમાયી, આકષાયી, વીતરાગી, મહાજ્ઞાની, મહાધ્યાની, અહીં, અવિકારી, સંપૂર્ણ ભવિતાભા અંતર્મુહૂર્તમાં કેવળી બને છે.
૧૩. સગી કેવળી આ ગુણસ્થાને ચાર ઘમઘાતી કર્મના ક્ષયને લીધે વીતરાગ દશા પ્રગટવા સાથે સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે. અહીંયા મન, વચન, કાયાના યોગ વ્યાપારો હેય છે તેથી સગી કેવળી કહેવાય છે.
૧૪. અાગી કેવળી આ ગુણસ્થાને આત્મા મન વચન અને કાથાના યોગને રૂધી, શ્વાસોશ્વાસને નિરોધ કરી, મેરૂ પર્વતની જેમ અચળ, અડેલ શૈલેશીપણે રહી, રૂપાતીત પરમ શુકલ ધ્યાન ધ્યાતા પાંચ લઘુ અક્ષરના ઉચ્ચાર કાળ પ્રમાણ, ચાર અઘાતી કર્મનો ક્ષય કરી મુક્તિ પદ પામે, ત્યારે આત્મા ધનુષ્યમાંથી છૂટેલા તીરની પેઠે એક સમય માત્રમાં ઉર્ધ્વગતિએ, અવિગ્રહગતિએ સિદ્ધ ક્ષેત્રે જઈ સાકરેપગે, જ્ઞાનના ઉપયોગે સિદ્ધ થાય છે. ગરહિત કેવળજ્ઞાન સહિત વિચરે માટે અગી કેવળી કહેવાય છે.
તે સિદ્ધપદનું ભાવ સ્મરણ ચિંતન, મનન સદાકાળ આપણને હાજે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com