________________
૭૮
ચૌદ ગુણસ્થાન ક્ષપકશ્રેણી માંડ સાધક મોહનીયકર્મની પ્રકૃતિના દળને મૂળમાંથી જ ક્ષય કરતો અને ખપાવતે નવમે દશમે ગુણસ્થાને થઈ સીધે બારમા ગુણસ્થાને પહોંચે પણ વચમાં અગીઆરમાં ગુણસ્થાનને સ્પર્શે નહિ. આ શ્રેણવાળાની આત્મશુદ્ધિ આત્મબળ શ્રેષ્ઠ હેય છે અને તેમને વર્ધમાન પરિણામ જ પરિણમે છે.
૯ અનિવૃત્તિ બાદર આ ગુણસ્થાને ચારિત્રમોહનીય કર્મના શેષ રહેલા અશોને ઉપશમાવવાનું કે ક્ષય કરવાનું કાર્ય સતત ચાલુ છે. અહીંયા સાધક માયાથી પણ મુક્ત થાય છે. માયાથી પ્રગટ થતા વેદભાવ ટળે છે એટલે કે સાધક અવેદી થઈ નિર્વિકાર ભાવે અમાથી પણે રહે છે.
બાદર સંપ્રદાયની ક્રિયાથી સાધક સર્વથા નિવર્યો નથી. અંશ માત્ર હજુ ક્રિયા રહી છે તેથી અનિવૃત્તિ બાદર ગુણસ્થાન કહેવાય છે.
૧૦સુક્ષ્મ સંપરાય મેહનીયકર્મની પ્રકૃતિના દળોને ઉપશમાવવાનું કે ક્ષય કરવાનું અહીંયાં પણ ચાલુ જ રહે છે. અને તેથી સાધક ઉત્તરોત્તર વધારે શુદ્ધ બનતું જાય છે. અને નિરભિલાષ, નિર્વાચ૭ના, નિર્વેદક્તાપણેનિરાશી, નિર્મોહી અને અવિભ્રમપણે રહે છે.
સૂક્ષ્મ એટલે થેડીક, લગારેક પાતળી સં૫રાયની ક્રિયા હજુ રહી છે તેથી સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન કહેવાય છે.
૧૧. ઉપશાંત મોહનીય આ ગુણસ્થાન ફક્ત ઉપશમ શ્રેણી માંડેલ સાધક માટે જ છે. અહીંયા મોહનીયકર્મની એક પ્રકૃતિ, સંજવલનને લોભ બાકી રહી હતી તેને પણ ઉપશમાવે છે. અહીંયાથી આત્માને આગળ વિકાસ બંધ થાય છે અને અધઃપતન અવશ્ય થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com