________________
-
=-
=-='_:--
--
--
-
---
--
-
ગુણસ્થાનેનું સંક્ષિપ્ત સ્વરૂપ
ગ્રંથિભેદ નજીક અસંતી વાર આવી છવ પાછો ફર્યો છે. કોઈ જીવ પુરુષાર્થ કરી નિમિત્ત કારણો જેમ પામી કરડિયાં કરી ગ્રંથિભેદ કરી આગળ વધી આવે છે અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યું કે ચેથા ગુણસ્થાનકે આવે છે. અને ચોથામાં આવ્યો કે વહેલે મોડે મેક્ષ થશે એવી તે જીવને છપ મળે છે.
આ ગુણસ્થાનનું નામ અવિરત સમ્યગદરિટ છે. ત્યાં વિરતિપણા વિના સમ્યગદર્શન છે. અહીં મોક્ષની સુપ્રતીતિ થાય છે. આનું બીજુ નામ બોધબીજ છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે. મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે.
આ બે બીજ નામના ચેથા ગુણસ્થાનથી તેરમાં ગુણરથાનક સુધી આત્મ અનુભવ એક સરખે છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણુતા અનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે. તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કરી શકે છે.
કહેવામાં એમ આવે છે કે તેરમું ગુણસ્થાન આ કાળે અને આ ક્ષેત્રથી ન પમાય. પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી, જે તેઓ પહેલા ગુણસ્થાનમાંથી ખસી ચેથા ગુણસ્થાન સુધી આવે અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું ગુણસ્થાન જે અપ્રમત્ત છે, ત્યાં સુધી પહોંચે તે પણ એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી પહેચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે.
હાલના સમયમાં જૈન દર્શનને વિષે અવિરતિ સમ્યમ્ દષ્ટિનામા ચેથા ગુણસ્થાનકથી અપ્રમત્તનામા સાતમા ગુણસ્થાનક સુધી આત્મ અનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે.
સાતમાથી સયોગી કેવળી નામા તેરમા ગુણસ્થાનક સુધીને કાળ અંતર્મદૂતને છે. તેરમાને કાળ વખતે લાંબો પણ હોય છે. ત્યાં સુધી આત્મઅનુભવ પ્રતીતિરૂ૫ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com