________________
ચૌદ ગુણસ્થાન
આત્માને વિષે પ્રમાદરહિત જાગૃતદશા તેજ સાતમું ગુગુસ્થાનક છે ત્યાં સુધી પહોંચવાથી તેમાં સમ્યકત્વ સમાય છે. ચેાથા ગુણસ્થાનકે જીવ આવીને ત્યાંથી પાંચમુ દેશવિરતિ, છઠ્ઠું સÖવિરતિ અને સાતમુ પ્રમાદરહિત વિતિ છે ત્યાં પહોંચે છે. ત્યાં આગળ પહેાંગ્યેથી આગળની દશાના અંશે અનુભવ અથવા તેની અંશે સુપ્રતીતિ થાય છે.
૮૨
ચેાથા ગુણસ્થાનકવાળા જીવ સાતમા ગુરુસ્થાનકે પહેાંચનારની દશાના જે વિચાર કરે તેા તે કાઈ અંશે પ્રતીત થઈ શકે. પણ તે દશાના પહેલા ગુણસ્થાનકવાળા જીવ વિચાર કરે તે તેને તે શી રીતે પ્રતીતિમાં આવી શકે? કારણ કે તેને જાણવા સાધન જે આવરણુ રહિત થવું તે પહેલા ગુણસ્થાનકવાળાની પાસે ડ્રાય નહિ.
સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું ઢાય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતાં ચેયુ' ગુણસ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદાં જોવામાં આવે છે. અર્થાત્ જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે.
ઉપર ચાર, પાંચ, છ અને સાતમા ગુણુસ્થાનક સુધીની જે વાત કહેવામાં આવી છે તે કહેવા માત્ર અથવા સાંભળવા માત્ર જ છે એમ નથી પરંતુ સમજીને વારંવાર વિચારવા યાગ્ય છે.
બની શકે તેટલા પુરૂષાથ કરીને આગળ વધવાની જરૂર છે.
ન પ્રાપ્ત થઈ શકે તેવી ધીરજ, સંયણુ, આયુષની પૂર્ણતા ઇત્યાદિના અભાવથી કદાચ સાતમા ગુણસ્થાન ઉપરના વિચાર અનુભવમાં ન આવી શકે પરંતુ સુપ્રતીત થઈ શકવા યાગ્ય છે.
સાતમા ગુણુસ્થાનક સુધી પહોંચે તા પણુ મોટી વાત છે. સાતમા સુધી પહોંચે તે તેમાં સમ્યક્ત્વ સમાઈ જાય છે અને જો ત્યાં સુધી પાંચ તા તેને ખાતરી થાય છે કે આગલી દશાનુ કેવી રીતે છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com