________________
ચૌદ ગુણસ્થાનેની ટુંકી વિગત
| 99
પાળે, બાર ભેદે તપશ્ચર્યા કરે. પરંતુ યોગ, કષાય, વચન, દષ્ટિમાં ચપળતાને અથ છે. તેથી અપ્રમાદી રહેવાની ઈચ્છા થતાં પ્રમાદ આવી જાય છે. માટે પ્રમત સંયત કહેવાય છે,
૭. અપ્રમત્ત સંયત અહીંયા વિકાસગામી આત્મા પ્રમાદને ત્યાગ કરે છે ત્યારે બીજી બાજુ પ્રમાદજન્ય પૂર્વવાસનાઓ પિતાની તરફ ખેંચે છે. તેથી છેઠે અને સાતમે ગુણસ્થાને આત્મા અનેકવાર ચડઉતર કર્યા કરે છે.
સાતમાથી બારમા ગુણસ્થાન સુધીની બધી જ ભૂમિકાએ આશા અને નિરાશાના હિંચકા જેવી છે. આ બધી ભૂમિકાએ ફકત એકાગ્ર ચિત્તની વિચાર ધારા સ્વરૂપે છે. તેથી તેની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની હોય છે. એટલે બારમે ગુણ સ્થાને પહોંચ્યા સુધી પતન અને વિકાસ, ભરતી અને એટ વચ્ચે સાધકનું સાધના જીવન ડોલતુ હોય છે. તે પણ ત્યાં આંતરદશાની તારતમ્યતા હેવાથી પૃથફ પૃથફ કક્ષાઓ કાયમ કરવામાં આવી છે.
૮. નિવૃત્તિ બાદર અથવા અપૂર્વકરણ આમાં પૂર્વે કદી નહિ અનુભવેલ આત્મશુદ્ધિને અનુભવ થાય છે અને અપૂર્વ વર્ષોલ્લાસ પ્રગટે છે. સાધક બાદર કષાયથી નિવ છે અને બાદર સંપરાય ક્રિયાથી શ્રેણી કરતાં આવ્યંતર પરિણામે અધ્યવસાય સ્થિર થતાં બાદર ચપળતાથી નિવર્તે છે. માટે નિવૃત્તિ બાદર ગુણસ્થાન કહેવાય છે.
આ ગુણસ્થાનેથી સ્પષ્ટ રીતે બે શ્રેણી પડી જાય છે (1) ઉપશમ શ્રેણું અને ક્ષપકશ્રેણી. ' ઉપશમ શ્રેણવાળે સાધક મોહનીય કર્મની પ્રકૃતિના દળને ઉપશમાવત મિશઃ અગીઆરમાં ગુણસ્થાન સુધી જઈને હાયમાન પરિણામ થતાં ત્યાંથી પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com