________________
192
ચી ગુણસ્થાન બારમી શ્રેણુએ કે એ શ્રેણુએ જતા માર્ગે પહોંચતાં તેઓને ઘણો વખત લાગે છે.
કઈ પ્રબળ પુરુષાર્થ ફેરવનારા મહાન સાધકો તીવ્ર વેગથી શ્રમ લેતાં વચલી શ્રેણીઓમાં વધુ ન રેકાતાં સત્વર બારમી શ્રેણીએ પહોંચી તરત જ કેવળજ્ઞાની બની તેરમીમાં આવે છે.
કેટલાક ચડતાં ચડતાં ભાન નહિ રાખવાથી નીચે ગબડી પડે છે. અગીઆરમા પગથીઓ સુધી પહોંચેલાઓને પણ મેહને ફટકો લાગવાથી એકદમ નીચે પડવાનું થાય છે. એટલા જ માટે જીવને ચડતાં ચડતાં જરા પણ પ્રમાદ ન કરવા માટે સૂત્ર શાસ્ત્રોએ ચેતવણી આપી છે.
બારમે પગથીએ એટલે બારમા ગુણસ્થાને પહોંચ્યાં પછી પડવાને કોઈ જાતનો ભય રહેતો નથી. આઠમે નવમે પગથીએ (ગુણસ્થાને ) મોહને ક્ષય શરૂ થયા પછી ભય બીલકુલ ટળી જાય છે.
અગીઆરમે ગુણસ્થાને પહોંચેલાને નીચે પડવાનું થાય છે તે તેણે મને ક્ષય નહિ પણ ઉપશમ કર્યો હોવાના કારણે થાય છે પણ જે આઠમે નવમે ગુણસ્થાને મેહના ઉપશમની નહિ પણ મેહના ક્ષયની પ્રક્રિયા પ્રારંભ થઈ જાય તે નીચે પડવાનું અસંભવિત બની જાય છે.
ગુણસ્થાનનું બીજું નામ છવસમાસ છે. જેમાં જીવ ભલે પ્રકારે રહે છે તેને જીવસમાસ કહે છે.
છવના ગુણેમાં પાંચ ભાવ રહે છે–દાયિક, ઔપશમિક, ક્ષા પથમિક, ક્ષાયિક અને પારિણમિક આ પાંચ ભાવની વિશેષ વિગત અમારા તરફથી બહાર પડેલ “પાંચ ભાવનું સ્વરૂપ” પુસ્તકથી જાણી લેવી.
આ પાંચ ભાના સાહચર્યથી આત્માની ગુણ સંતા થાય છે, ચૌદ ગુણસ્થાનકમાં આ ભાવો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com