________________
ચી ગુણરથાન આ ગુણસ્થાનમાં કોઈ તે મેહના ઉદયથી થાય છે, કોઈ મોહના ઉપશમથી થાય છે, કઈ મેહના ક્ષપશમથી થાય છે તો કઈ મેહના ક્ષયથી થાય છે. વળી કઈ મોહના અનપેક્ષાથી તેમજ કોઈ યોગના સર્ભાવ કે અભાવથી થાય છે. આ સર્વ પ્રકારોને નિમિત્ત કહે છે. નિમિત્ત ક્યાંક સદ્ભાવરૂપ અને કયાંક અભાવરૂપ હોય છે.
પહેલે ગુણસ્થાને પ્રતિબંધક કર્મો વધારે પ્રમાણમાં લેવાથી વધારે અશુદ્ધ હોય છે ત્યારે જ્ઞાનાદિ ગુણે અલ્પ પ્રમાણમાં પ્રગટ થયેલા હોય છે. અને ઉપર ઉપરના ગુણસ્થાનકે પૂર્વ પૂર્વ ગુણસ્થાનકની અપેક્ષાએ શુદ્ધિ વધારે વધારે હોવાથી જ્ઞાનાદિ ગુણો વધારે પ્રમાણમાં પ્રગટ થયેલા હોય છે અને અ૫ અલ્પ અશુદ્ધ હોય છે.
આ પ્રમાણે પ્રગટ થયેલા ગુણના સ્વરૂપની વિશેષતાને ગુણસ્થાન કહેવામાં આવે છે. એટલે કે જે જે સ્થાને પૂર્વે પ્રાપ્ત થયેલ ગુણથી કંઈક વિશેષ ગુણ પ્રગટ થાય છે તે સ્થાનને ગુણસ્થાન કહે છે.
આ પ્રમાણે જ્ઞાનાદિ ગુણોના સ્વરૂપની વિશેષતા અસંખ્ય પ્રકારની હોય છે તેથી ગુણસ્થાને પણ અસંખ્ય થાય છે. પરંતુ તે વિશેષતાઓ સામાન્ય મનુષ્યના ખ્યાલમાં ન આવે તેથી ખાસ વિશેષતા બતાવવા અસંખ્ય જ્ઞાનાદિ ગુણોના વિશેષને એક એક વર્ગમાં સમાવી તેના સ્થૂળની દૃષ્ટિથી ચૌદ ગુણસ્થાનક કહેવામાં આવ્યા છે.
આત્મ વિકાસના અંશ જેમ જેમ વધે છે તેમ તેમ ગુણસ્થાનને ઉત્કર્ષ માનવામાં આવે છે એક ગુણસ્થાનથી બીજા ગુણસ્થાનની સીમા એવી રીતે જોડાએલી છે કે તે એક આખું પ્રવાહ સમું બની ગયું છે. છતાં વર્ણન કરવાની સગવડ ખાતર ગુણસ્થાનને ચદ ભાગોમાં વિભક્ત કરવામાં આવ્યા છે.
ભવ્ય જીવોને સિદ્ધાલય અથવા મુક્તિમહેલ ઉપર ચડવાને ગુણશ્રેણીરૂપ નિસરણી છે. જેમ નિસરણીમાં પગ મૂકવાના સ્થાનરૂપ
પગથીઆ હાય છે તેમ આ ગુણશ્રેણીમાં એક ગુણથી બીજા વિશેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com