________________
ચૌદ ગુણસ્થાન
વળી આત્મામાં આત્મપ્રદેશને સંકોચવા વિસ્તારવાની શક્તિ છે. તે સર્વ સિદ્ધાત્માઓ તેમનું કદ સંકોચીને નાનામાં નાનું અથવા અમુક એક જ કદનું કેમ નહિ બનાવતા હોય?
આ પ્રશ્નનું સમાધાન શાસ્ત્રમાં ક્યાંય મળતું નથી. પરંતુ વિચાર કરતાં અને તેનું સમાધાન નીચે પ્રમાણે જણાય છે.
સમાધાન
આત્મા વિભાવ દશામાં જુદા જુદા પર્યામાં નાના મોટા દેહ ધારણ કરે છે તે કર્માધીન પણ કરે છે.
આત્માની સંકોચ વિકાસ કરવાની શક્તિ છે તે શક્તિનો ઉપયોગ આત્મા (છદ્મસ્થ છવ) તેના મન દ્વારા કરી શકે છે.
પરંતુ અયોગી કેવળી ભગવાનને સિદ્ધ થતી વખતે સર્વ કર્મને ક્ષય થઈ ગયેલો હોવાથી તેમને કર્મ તથા મનને સદંતર અભાવ હોય છે. તેથી સિદ્ધ થતી વખતે તેમના શરીરના પુર્ઘળો તે અહીં પડ્યા રહે પણ તેમના આત્મ પ્રદેશે જે તેમના શરીર પ્રમાણે ફેલાયેલા હતા તે શરીરથી છૂટા પડવા છતાં તેના તે આકારમાં રહે, કારણ કે કમ તથા મનના અભાવમાં આત્મા સંકેચ વિકાસ કરે નહિ.
અગી કેવળીના શરીરની અંદર જે પિલાણને ભાગ હતું તેટલા ભાગમાં આત્મ પ્રદેશો આપોઆપ બેસી જાય એટલે કે પિલાણને દાબી દીએ તેથી મૂળ શરીરના ૩ ભાગ જેટલી ઘન-અવગાહના કાયમ રહે. - આ કારણથી શાસ્ત્રમાં સિહની અવગાહના તેમના છેલ્લા શરીરના 3 ભાગ પ્રમાણુ કહી છે એમ સમજાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com