________________
સિદ્ધની અવગાહના
શા માટે?
શ્રી રત્નશેખર સૂરિએ તેમના ગુણસ્થાન કમારોહમાં સિંહના સ્વરૂપનું વર્ણન આપેલ છે, તેમાં સિદ્ધની અવગાહના કહી છે. પરંતુ સિદ્ધની અવગાહના શા માટે હેય છે તેને ખુલાસો કરેલ નથી.
જીવ (આત્મા)નું કદ ઘણું જ નાનું, બારિક અથવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય છે. જેમકે, નિગોદના જી.
જીવના કર્માનુસાર જુદા જુદા પર્યાયામાં તેનું કદ નાનું મોટું થાય છે. એટલે કે જીવાત્મા વિભાવ દશામાં કાંધીનપણે તેના જુદા જુદા પર્યાયમાં અતિ સૂક્ષ્મથી માંડીને અતિ વિશાળ સુધીના અનેક કદના શરીર ધારણ કરે છે.
આમ આત્માનું કદ એક સરખું ઘણું નાનું હોવા છતાં સિદ્ધની સ્વભાવ દશાવાળા આત્માઓના કદ-અવગાહના જુદા જુદા અનેક પ્રકારના કદના હોય છે. સિધ્ધ થતા પહેલાંના છેલ્લા શરીરના રે ભાગ પ્રમાણુ સિહની અવગાહના હોય છે એમ શાસ્ત્ર-કથન છે. | સર્વ સિધ્ધાત્માનું જ્ઞાન-સ્વરૂપ એક સરખું હોય છે છતાં તેમનું કદ (અવગાહના) એક સરખું નાનું નથી તેવું તેમજ એક સરખું અમુક એક જ કદનું પણ નથી હતું તેનું શું કારણ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com