________________
૩૨
ચૌદ ગુણસ્થાન મહારંભી–મહાપાપના આરંભ સમારંભ કરનાર, અને જીવોની હાનિ જેમાં રહેલી હોય એવા દુષ્ટ ભયંકર કાર્યોને આરંભનાર, તે કાલસૌરિક આદિ ચંડાલ જેવા છે.
મહાપરિગ્રહી–મહાન ધન, કંચન, સ્ત્રી આદિકના મોટા પરિગ્રહને રાખનારા. મમ્મણ શેઠ, વાસુદેવ આદિ મંડલિક રાજા, સૂભૂમ, બ્રહ્મદત ચક્રવતી આદિક સમજી લેવા.
તીવ્ર કાધી–તીવ્ર મહાન ક્રેધ કરનારા, વાતવાતમાં લડતા હોય તેવા અત્યંત ક્રોધી પુરુષ તથા વાઘ, સર્ષ આદિક જંતુઓ.
નિશીલ–શિયળ, ચારિત્ર, બ્રહ્મચર્ય આદિકથી રહિત, પરસ્ત્રી લંપટ હેય, અનેક પરનારીઓના મહાહિતકારી શિયળને લૂંટનારા હોય તે. વેશ્યા તથા તેને ત્યાં ગમન કરનારા પુરુષ આદિ પ્રમુખ.
પાપરુચિ-પાપની જ રુચિવાળા હોય, પુણ્યના કાર્યમાં જેનો પ્રેમ જ થતો ન હોય, પુણ્યના કાર્યો દેખીને બળી મરતે હોય, જેને ધર્મના કાર્યો જેવા કે સાંભળવા પણ ગમતા ન હોય, જ્યાં ત્યાં પાપના જ કાર્યો કરતા હોય છે તે પ્રમુખ.
પરિણામી–રૌદ્ર એટલે ઘણુ જ ખરાબ પરિણમી. અંતરમાં હિંસાનુબંધી વગેરે રૌદ્ર ધ્યાન ચાલતું જ હોય. ગીરોલી, ગીલ્લી, તંદુલિયે મત્સ્ય આદિ જતુઓ તથા મનુષ્ય જેમની આખો દિવસ ખરાબ ધારાઓ ચાલતી હેય, અનેકનું અહિત જ કરતા હોય, ઘર પ્રાણવધ કરનારા હેય, માંસાહાર આદિક કરનારા હોય તે પ્રમુખ.
આવા છો અશુભ પરિણતિના ગે અતિ ક્રૂર દુર્થોનમાં દાખલ થઈને નરકનું આયુષ્ય બાંધે છે અને નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દુઃખમાંને દુઃખમાં રીબાઈ મરે છે. અશુભ ગતિમાં ઉત્પન્ન થયેલા આ છાને પૂર્વકર્મોદયના વશથી ત્રણ પ્રકારની વેદનાને અનુભવ કરવાનું હોય છે— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com